ખાધ પદાર્થોના નમુના ફેઇલ જતા પોરબંદર માં તંત્રએ વેપારીઓને રૂ.૧૬.૯૦ લાખનો દંડ કર્યો

પોરબંદર જિલ્લા કલેકટરના માર્ગદર્શનમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્રારા
ખાધ પદાર્થોના નમુના ફેઇલ જતા જિલ્લા તંત્રએ વેપારીઓને રૂ.૧૬.૯૦ લાખનો દંડ કર્યો
પોરબંદર તા.૨૧, પોરબંદર ફુડ એન્ડ ડ્રગ વિભાગે જિલ્લા કલેકટર અશોક શર્માના માર્ગદર્શનમાં જિલ્લાના વિવિધ સ્થળોએથી ખાધપદાર્થોના નમુના લીધા હતા. જે નમુના લેબોરેટરીમાં ફેઇલ જતા જિલ્લા તંત્રએ વેપારીઓને રૂ.૧૬.૯૦ લાખનો દંડ કર્યા છે.
પોરબંદર જિલ્લામાં ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્રારા વિવિધ સ્થળોએ ખાધ પદાર્થના નમુના લઇને વડોદરા લેબોરેટરીમાં મોકલ્યા હતા. આ નમુના ફેઇલ જતા અધિક જિલ્લા કલેકટર અમે.કે. જોષીએ વેપારીઓને રૂ. ૧૬.૯૦ લાખનો દંડ કર્યો છે.
કલેકટરશ્રી અશોક શર્માના માર્ગદર્શનમાં ફુડ વિભાગ દ્રારા ફરસાણના સ્ટોલ, ડેરી, રેસ્ટોરન્ટ સહિતના સ્થળોએ તપાસ હાથ ધરીને ખાધ પદાર્થના નમુના લેવામાં આવ્યા હતા. જે નમુના ફેઇલ ગયા હતા.
000 000 000

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!