સરકારી વિનયન કોલેજ, રાણાવાવ જિ. પોરબંદરનું બી.એ. સેમ. ૬ નું પરિણામ ૯૨%
ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા એપ્રિલ ૨૦૨૩માં લેવાયેલ બી.એ. સેમ ૬ ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં સરકારી વિનયન કોલેજ, રાણાવાવનું બી.એ. સેમ ૬ નું પરિણામ ૯૨% જેટલું ઊંચું છે. ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ પૈકી સમાજશાસ્ત્ર વિષયમાં ૧૬, અંગ્રેજીમાં ૪, હિંદીમાં ૨ અને ગુજરાતી માં ૧ વિદ્યાર્થીઓએ ડિસ્ટિન્ક્શન પ્રાપ્ત કરેલ છે. વ્યક્તિગત પરિણામ પણ અત્યંત ધ્યાનાકર્ષક છે. મુખ્ય સમાજશાસ્ત્ર વિષયમાં હેમાલી અરજણભાઇ શિચાણી અને મુખ્ય હિન્દી વિષયમાં સોનલબેન અરજણભાઇ મોઢવાડિયા ૭૯.૫૭% કોલેજમાં પ્રથમ ક્રમ મેળવવ્યો છે. મુખ્ય અંગ્રેજીમાં વિષયમાં માહિર આબિદમિયાં કાદરી એ ૭૪ % ગુણ અને મુખ્ય ગુજરાતી વિષયમાં માધવી મનસુખભાઇ ઓડેદરા એ ૭૧.૮૬% ગુણ પ્રાપ્ત કર્યા છે. સ્નાતક થયેલા સૌ વિદ્યાર્થીઓને આચાર્યશ્રી ડો. કે. કે. બુદ્ધભટ્ટી સહિત સમગ્ર સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
વર્ષ ૨૦૧૨ થી પોરબંદર જિલ્લાના ઐતિહાસિક રાણાવાવ નગરમાં શરુ થયેલી મોડેલ ડીગ્રી કોલેજ સરકારી વિનયન કોલેજ સ્થાપના વર્ષથી જ ઉત્તમ પરિણામ આપી રહી છે. પોરબંદર જિલ્લામાં સૌથી વધુ વિષય પસંદગીની સ્વતંત્રતા આપતી આ સરકારી કૉલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ કોલેજના અધ્યાપકોની દ્રષ્ટાંતરૂપ નિષ્ઠા અને સામર્થ્ય થકી ઉજ્જવળ કારકિર્દી તરફ આગળ ધપે છે . સરકારી વિનયન કોલેજ, રાણાવાવમાં આર્ટ્સ વિધ્યાશાખાના વિષયોનો અભ્યાસ કરવવામાં આવે છે. આ કૉલેજ દ્વારા ચાર ભાષા ( ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી) અને ત્રણ સામાજિક વિજ્ઞાનના વિષયો ( સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન અને ઇતિહાસ ) એમ કુલ સાત જેટલા વિષયોનો અભ્યાસ કરી શકાય છે. કલા/આર્ટ્સના વિષયો દ્વારા વિદ્યાર્થી પોતાની ઉત્તમ કારકિર્દી ઘડી શકે છે. વધુ વિગત માટે કોલેજની વેબસાઇટ governmentartscollegeranavav.edu.in મુલાકાત લેવી.