મંદી. મોંઘવારી અને બેરોજગારી છતાં પોરબંદર માં દીપાવલી ની ઉત્સાહ પૂર્વક ઉજવણી

દીપાવલી ના પાવન અવસર ને ઉજવવા બઝારોમાં ધૂમ ગિરદી.દેવસ્થોનો પર ભાવિભક્તો ની ભીડ તેમજ શહેરમાં રોશની નો ઝળહળાટ જોવા મળ્યો.

તસ્વીર. દીપકઠક્કર પોરબંદર

દીપાવલી પર્વ એટલે અંધકાર મય જીવન માંથી પ્રકાશ તરફ આગળ વધવા માટે નું પાવન પર્વ સમગ્ર દેશમાં દીપાવલી પર્વ ની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે પોરબંદર શહેરમાં દીપાવલી નો તહેવાર મનાવવા લોકો માં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે અવનવી ખરીદી કરવા માટે લોકોની બઝારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે સાથે દીપાવલી ના પાવન અવસરે નવા વર્ષ ને આવકાર આપવા ભક્તજનો દેવસ્થાનો પર દર્શને પોહચ્યા હતા.તેમજ સમગ્ર શહેર તેમજ મંદિરોમાં રોશની નો ઝળહળાટ આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું દીપાવલી ના અવસરે ગૃહિણીઓ દ્વારા ઘરોમાં તેમજ મંદિરો માં પૌરાણિક રીત મુજબ દીવડાઓ પ્રગટાવી પ્રકાશ પર્વ ને આવકારતા હોય છે મંદી.મોંઘવારી અને બેરોજગારી હોવા છતાં અને કોરોના કાળ માંથી પસાર થયેલા લોકો માં આ વર્ષે દીપાવલી પર્વ ની ઉજવણી કરવાનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોરબંદર સમાચાર તરફથી સમગ્ર દેશવાસીઓ ને દીપાવલી ની હાર્દિક શુભકામનાઓ .

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!