શહીદ દિન નિમિત્તે ભારત વિકાસ પરિષદ અને સ્વદેશી જાગરણ મંચ ના સંયુક્ત ઉપક્રમે વિરાંજલી કાર્યક્રમ યોજાયો
ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખા અને સ્વદેશી જાગરણ મંચ ના સંયુક્ત ઉપક્રમે તા. 23-03-2023 ગુરુવાર ના રોજ સ્વસ્તિક હોલ એમ.ઈ.એમ.સ્કૂલ સામે પોરબંદર ખાતે શહીદ દિન નિમિત્તે દિપપ્રાગટય દ્વારા પુષ્પાજંલી સાથે દેશભકિત ગીત સંગીતમય સ્વરાંજલિ સાથે વિરાંજલી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ માં ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખા ના કાર્યકારી પ્રમુખ વિનેશ ભાઈ ગોસ્વામી એ સંસ્થા નો પરિચય આપી મહેમાનો નું સ્વાગત કરેલ હતું. ઉપસ્થિત રહેલ અતિથિ શ્રીઓ બિપીનચંદ્ર ઉનડકટે સ્વદેશી જાગરણ જાગરણ મંચ નો પરિચય આપતાં જણાવ્યું કે આજે લોકો એ સ્વદેશી વસ્તુઓ પ્રત્યે જાગૃતિ કેળવવા ની જરૂર છે,તેમજ સરકારી નોકરી બધાને નહિ મળે,તે માટે વ્યક્તિગત કૌશલ્ય કેળવી આર્થિક રીતે પગભર થવા અપીલ કરી હતી,તેમજ તેમના સહયોગી લલિતભાઈ ચાંદેગ્રા એ વેદ ની ઉકિત સાથે જણાવ્યું કે ઈશ્વર દરેક ને પૃથ્વી ઉપર ખાસ વિશેષતા સાથે મોકલે છે,જેને આપણે ઓળખી એ રીતે વ્યક્તિત્વ નો વિકાસ કરવો જોઈએ. કોષાધ્યક્ષ શ્રી હરદત્તપુરી ગોસ્વામી એ ત્રણેય શહીદ નો પરિચય આપતાં જણાવ્યું હતું કે આઝાદી માટે લાખો ક્રાન્તીવિરોએ બલિદાન આપ્યાં છે ,આજની આઝાદી માટે આઝાદીના લડવૈયા તેમજ રાષ્ટ્રપ્રેમી મહાપુરુષો નું કોઈ ને કોઈ રીતે મહત્વનું યોગદાન રહ્યું છે, આઝાદ ભારત માટે આપણે પણ ભારતીય નાગરિક તરીકે ની ફરજનિષ્ઠા એ સાથ સહકાર સાથે શક્ય યોગદાન આપવું જોઈએ તેવી અપીલ કરી હતી.આ કાર્યક્રમ માં સ્વદેશી જાગરણ મંચ ના પ્રાંત વિચારક વિભાગ પ્રમુખ બિપીનચંદ્ર ઉનડકટ,વરિષ્ઠ માર્ગદર્શક બાબુભાઈ પાંજરી,તથા લલિતભાઈ ચાંદેગ્રા, સગઠનમંત્રી પંકજભાઈ ચંદારાણા ,દુર્ગાબેન લાદીવાલા,મીનાબેન પાણખાણીયા,ચૈતાલીબેન મસાણી,ચંદ્રિકાબેન પરમાર,પ્રજ્ઞાબેન લુક્કા, પાયલ ગોસ્વામી,મનોજભાઈ પંડયા,તેમજ સ્વસ્તિક ગ્રુપ ભકિતસંગીત શીબીર ના બાળકો એ કાર્યક્રમ રાષ્ટૃગાન ભારતમાતા કી જય નાદ જયઘોષ બાદ ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખા ના સચિવ નિધિબેન શાહે તમામ કાર્યક્રમ નું સંચાલન કરી ને ઉપસ્થિત સવૅનો આભાર માની શહીદવિરો ની વિરાંજલિ કાર્યક્રમ રાષ્ટૃપ્રેમ ના વાતાવરણમાં સંપન્ન થયો હાજર રહેલ તમામ ને અલ્પાહાર સાથે સ્વદેશી જાગરણ મંચ ની પત્રિકા નું વિતરણ કરાયુ અને ( દિપેશહોલ પાંજરાપોળ રોડ) ખાતે દરરોજ સાંજે ૭.થી ૮. સૌ કોઇ માટે આત્મનિભૅર સ્વરોજગાર નું નવીનતમ માગૅદશૅન આપવામાં આવશે..એ માહિતી અપાઈ હતી..