દીપાવલીની પોરબંદર NSUI દ્વારા અનોખી ઉજવણી…ઝુંપડપટ્ટીના બાળકોને રંગોલી આઇસક્રીમમાં સેન્ડવીચ અને ફેમસ આઇસક્રીમ ખવડાવી…
દિવાળી પ્રકાશનો પર્વ છે. દિપાવલીમા લોકોના ઘરમાં દિવડાઓ પ્રગટાવી સૌ પરિવાર સાથે મળીને આ તહેવારની ઉજવણી કરતા હોય છે.. લોકો ૫ સ્ટાર હોટેલોમાં ખાવા-પીવા તેમજ બહાર ફરવા માટે પરિવાર સાથે જતા હોય છે.. આપણે પણ પરિવાર સાથે બહાર હર્ષ-ઉલ્લાસ ખુશી થી તહેવાર ઉજવતા હોય છે.. બહાર હોટેલોમાં જમવા માટે જતા હોય છે ત્યારે જોઇએ છે ઝુપડપટ્ટીના બહાર બાળકો આપણી પાસે આવીને કંઇક માંગતા હોય છે,, જમવા માટેનુ કે પૈસા કેમ કે દિપાવલીમા તે લોકો નવા કપડાઓ કે ફટાકડાની ખરીદી કરી નથી શકતા… બહાર ફરવા કે હોટેલોમાં ખાવા જઇ શકતા નથી હોતા આપણે જે પણ તેમને આપીએ કે લઇ દઇએ તેજ તેમના માટેની દિવાળી હોય છે… આ બાળકોએ હંમેશા કાર તેમની પાસે થી પસાર થતી હોય તે તે જોતા હોય છે તેમા થી કોઇ લોકો તેમને મદદરૂપ થતા હોય તો તે જોતા હોય છે.. હંમેશા તેમની પણ ઇચ્છા હોય છે કે આવી મોંઘી કારમાં તેવો બેસે પણ તે તેમનું સપનું જ રહી જતુ હોય છે.. આજે પોરબંદર NSUI દ્વારા દિપાવલી તહેવાર નિમિતે અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ઝુંપડપટ્ટીમા રહેતા બાળકોને મોંઘી કારમાં બેસાડી ગામમા ચક્કર મરવી તેમજ આ લોકોએ હંમેશા મોટી હોટેલોમાં બહાર ઉભીને જોયું છે કાચની બહાર ઉભીને જોતા હોય છે કેમ કે આ બાળકોને હોટેલમાં જવું સપનું જ હોય છે તેમની કોઇ પ્રવેશવા પણ દે નહી ત્યારે આજે ૩૦ થી વધુ ઝુપડપટ્ટીના બાળકોને પોરબંદર શહેરની ફેમસ રંગોલી આઇસક્રીમમાં લઇ ગયા ત્યાં તેમની સેન્ડવીસ,ફ્રેન્ચફ્રાઇ, આઇસ્ક્રીમ ખવડાવી… તેમના ચહેરા પર જે હર્ષ ઉલ્લાસ અને ખુશી હતી તે અપરંમપાર હતી.. ગુજરાત કોગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જૂનભાઇ મોઢવાડિયા એ પણ પોતાની ગાડીમાં તેમની સાથે બાળકોને બેસાડી રંગોલી આઇસ્ક્રીમમા સાથે પહોંચ્યા હતા ત્યા તેમની સાથે નાસ્તો કર્યો એક બાળક બનીને.. આ બાળકોને સેન્ડવીચ અને ફ્રેન્ચફ્રાઇ કોને કહેવાય કેવી રીતે ખવાઈ તે ખ્યાલ ના હતો માનનીય અર્જુનભાઇ પણ આ બધુ જોઇ ભાવુક થઇ ગયા હતા પોતાના હાથે આ બાળકોને નાસ્તો કરાવ્યો હતો તેમજ કેવી રીતે ખાવું તે પણ શીખડાવ્યુ હતું… આજે આ રીતે પોરબંદર NSUI દ્વારા ઉજવણીને બિરદાવ્યું હતું.. સૌ આવી રીતે લોકો પણ ઉજવણી કરે તો આવા બાળકો પણ દિપાવલની હર્ષ-ઉલ્લાસ સાથે ઉજવણી કરી શકે… કિશન રાઠોડ અને NSUI ટીમ દ્વારા હંમેશા નવરાત્રી હોય કે હોળી બાળકો સાથે ઉજવણી કરતા હોય છે આજે દિપાવલી પર ઝુપડપટ્ટીમા બાળકોને જે હોટેલમાં નાસ્તો કરાવાનુ આયોજન કરાવ્યુ હતું જે દિલથી સરાહનિય છે તેવું કહી ટીમને અભિનંદન પાઠવ્યા હતા..સાથો-સાથ રંગોલી આઇસક્રીમના ધવલભાઇ આદેશન/રાજભાઇ સહિત સ્ટાફનો પણ સાથસહકાર આપવા ખૂબ આભાર વ્યક્ત ટીમ NSUI એ કર્યો હતો.. ગુજરાત NSUI મહામંત્રી કિશન રાઠોડ,પૂર્વ ઉપપ્રમુખ તીર્થરાજ બાપોદરા,જયદિપ સોલંકી,ઉમેશરાજ બારૈયા,રોહતિ સિસોદિયા,બીરજુ શીંગરખિયા,હર્ષ ગોહેલ,રાજ પોપટ,દિક્ષિત પરમાર,દિવ્યરાજ જાડેજા,ચિરાગ વદર,યશરાજસિંહ જાડેજા,પરેશ થાનકી,યશ ઓઝા,વગેરે સહિત જોડાયા હતા