ઇન્ટર નેશનલ અક્ષયકુમાર કુડો ટુર્નામેન્ટ માં પોરબંદર એક્સ્ટ્રીમ ફિટનેસ કેર ના વિદ્યાર્થીઓ નું શ્રેષ્ઠ પ્રદર્શન.

તાજેતરમાં બારડોલી સુરત મુકામે કુડો ઇન્ટર નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયા બોલિવુડ સ્ટાર અક્ષયકુમાર ના સીધા માર્ગદર્શનમાં 14મી અક્ષયકુમાર આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ સાથે 13મી કુડો રાષ્ટ્રીય ટુર્નામેન્ટ અને 3જો ઓપન કુડો ફેડરેશન કપ નું આયોજન આ સ્પર્ધા દરમિયાન સિહાન અક્ષય કુમાર તેમજ ઇન્ટર નેશનલ ફેડરેશન ઇન્ડિયાના પ્રેસિડેન્ટ સોશિહાન હાંસી મેહુલ વોરા ની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવેલ જેમાં એક્સ્ટ્રીમ ફિટનેસ કેર અને કુડો એસોસિએશન પોરબંદરના ના વિદ્યાર્થીઓ જયેશ ખેતરપાલ,વિરાટ ઓડેદરા,તેજ મદલાની, નંદિકા મેહતા,ગીત તોરણીયા,જાનવી પાંખાનિયા,સ્નેહા કોટિયા,આનંદી વાઘેલા,ક્રિપા જુન્ગી સહિત ના વિદ્યાથિઓ પસંદગી પામ્યા હતા જેમાં

14મી અક્ષય કુમાર આંતરરાષ્ટ્રીય કુડો ટુર્નામેન્ટ
1, ક્રિપા જુન્ગીગ ગોલ્ડ મેડલ
2, જયેશ ખેતરપાલ સિલ્વર મેડલ

13મી કુડો રાષ્ટ્રીય ટુર્નામેન્ટ પરિણામ

1 ક્રિપા જુન્ગીગી બ્રોન્ઝ મેડલ
2 સ્નેહા કોટિયાને બ્રોન્ઝ મેડલ

ત્રીજો(3) કુડો ફેડરેશન કપ
1 ,જયેશ ખેતરપાલ સિલ્વર મેડલ
2 ,આંશી મદલાની બ્રોન્ઝ મેડલ
સમગ્ર સ્પર્ધામાં ગુજરાત મેડલ મેળવવામાં દ્વિતીય સ્થાને રહેલ.જેમાં પોરબંદર
1 ગોલ્ડ મેડલ ,2 સિલ્વર મેડલ, અને 3 બ્રોન્ઝ મેડલ આમ કુલ 6 મેડલ મેળવી પોરબંદરની યશ કલગી માં વધારો કરેલ છે.આ તમામ વિદ્યાર્થીઓ ને પોરબંદર કુડો અશોસીએશન ના પ્રેસિડેન્ટ કેતન કોટિયા અને સેક્રેટરી સુરજ મસાણી અને માર્શલ આર્ટસ એકસપર્ટ મહેશ મોતીવરસ,અંજલિ ગંધરોકીયા,સુનિલ ડાકી તથા એક્સ્ટ્રીમ ફિટનેસ કેર ના મયુર ગોહેલ,નિશા કોટિયા,ક્રિષ્ના મહેતા,નિશિ ગોહેલ ,વિશાલ બલેજા,આદિ વાઢેર સાહિતનાઓએ સૌએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવેલ છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!