રઘુવંશી આવાસ સ્પોર્ટ્સ એકેડમી તથા એકલવ્ય સ્પોર્ટ્સ એકેડમીમાં ખેલોત્સવનું થયું આયોજન
આ આધુનિક યુગમાં બાળકો મોબાઈલમાં રમતો રમતા હોય છે તેનાથી તેમની શારિરીક અને માનસિક સ્થિતિ પર ખાસ અસર જોવા મળે છે. દરેક બાળકો મોબાઈલની રમતો મૂકી ને મેદાનમાં રમતો રમતા થાય અને આપણી જૂની રમતોથી વાકેફ થાય તે માટે સ્પોર્ટ્સ યોગ એન્ડ કલ્ચરલ એસોસિએશન દ્વારા દર વર્ષે “ખેલોત્સવ”નું જુદી જુદી શાળાઓમાં અને ગામડાઓમાં આયોજન કરવામાં આવે છે. Fit India Movement તથા સ્પોર્ટ્સ, યોગ એન્ડ કલ્ચરલ એસોસિએશન દ્વારા “ખેલોત્સવ – 2023/24” અંતર્ગત રઘુવંશી આવાસ સ્પોર્ટ્સ એકેડમી તથા એકલવ્ય સ્પોર્ટ્સ એકેડમીમાં ડો.વી.આર. ગોઢાણીયા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે ખેલોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં આપણી જૂની ગલી રમતો લંગડીદાવ, દોડ, કબડ્ડી, ખો-ખો વગેરે રમાડવામાં આવી હતી. વિજેતા ખેલાડીઓને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ખેલોત્સવમાં સ્પોર્ટ્સ યોગ એન્ડ કલ્ચરલ એસોસિએશનના સ્પોર્ટ્સ સભ્ય શાંતિબેન ભૂતિયા તથા સભ્યશ્રી હેતલબેન બી. જેઠવા, પરેશભાઈ દુબલ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું.