અર્જુનભાઈ મોઢવાડિયાની રાજકીય સફર
(અહેવાલ નિમેશ ગોંડલીયા )

પોરબંદર ના ધારાસભ્ય અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયાનો જન્મ 17 ફેબ્રુઆરી 1957 ના રોજ પોરબંદરના મોઢવાડા ગામે થયો હતો. સામાન્ય ખેડૂત પરિવારમાં બે ભાઈ અને બે બહેનો સાથે તેમણે પોતાનું બાળપણ વિતાવ્યું. બાળપણ થી જ અર્જુનભાઈએ લોકો પ્રત્યે નમ્રતા અને સમ્માનના ગુણો વિકસાવી લીધા હતા. ખેડૂત પુત્ર હોવાના કારણે અર્જુનભાઈ કઠોર પરિશ્રમનું મહત્વ સમજે છે, એટલે જ તેઓ અભ્યાસ પૂર્ણ થયો ત્યાં સુધી પોતાના પિતાને ખેતી કામમાં મદદ કરતા હતા. જમીની સ્તર પર કામ કરવાનો અનુભવ આજે પણ તેમને જમીન સાથે જોડેલા રાખે છે.
અર્જુનભાઈએ પ્રાથમિક શિક્ષણ પોતાના ગામ મોઢવાડાની સરકારી શાળામાં પૂર્ણ કર્યુ. ત્યાર બાદ વર્ષ 1982 માં મોરબીની લખધીરજી એન્જિનિયરિંગ કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરની સ્નાતક પદવી મેળવી. શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો અંદાજ એ વાત ઉપરથી જ લગાવી શકાય તેમ છે કે વર્ષ 1982 થી 2002 સુધી તેઓ રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ અને સિન્ડીકેટ સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા. યુનિવર્સિટીમાં પોતાના કાર્યકાળ દરમિયાન તેઓ શિક્ષણની ગુણવત્તામાં સુધારા માટે સક્રિય ભાગ ભજવતા રહ્યા. રાજનીતી અને સમાજ સેવામાં સતત સક્રિય હોવા છતાં માત્ર જ્ઞાનવૃદ્ધિના ઉદ્દેશ્ય થી વર્ષ 2012 માં ગુજરાત યુનિવર્સિટીમાં LLB ની ડીગ્રી મેળવી.
એન્જિનિયરિંગના અભ્યાસ બાદ અર્જુનભાઈ મોઢવાડિયાએ લગભગ 9 વર્ષ સુધી ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે કામ કર્યુ. આ પોસ્ટ પર કામ કરતા તેમના અનેક સાથીઓ આજે સફળ મેરીટાઈમ એન્જિનિયરની કારકિર્દી બનાવી શક્યા છે. અર્જુન મોઢવાડિયા પણ એમ કરી શક્યા હોત, પરંતુ તેમના જીવનનો ધ્યેય લોકસેવાનો હતો, એટલે વર્ષ 1993 માં તેમણે નોકરી છોડીને પોતાનું જીવન પૂર્ણ રીતે જન સેવામાં સમર્પિત કર્યુ.
અર્જુનભાઈ મોઢવાડિયા વર્ષ 1997 માં જાહેર જીવનમાં જોડાયા. જાહેર સેવા પ્રત્યે પ્રતિબદ્ધ તેઓ વર્ષ 2002 પોરબંદર મત વિસ્તારમાંથી વિધાનસભાના સભ્ય (ધારાસભ્ય) તરીકે ચુંટાયા. પોતાની વક્તૃત્વ કુશળતા અને ફરજો નિભાવવાની પ્રતિબદ્ધતા માટે જાણીતા શ્રી અર્જુન મોઢવાડિયાને વર્ષ 2004 થી 2007 સુધી ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે ફરજ નિભાવવાની તક મળી, જેને યોગ્ય રીતે નિભાવતા શ્રી અર્જુન મોઢવાડિયાએ ગુજરાતની જનતાના પ્રશ્નોને વિધાનસભામાં સચોટ રીતે રજુ કર્યા અને એક જવાબદાર વિપક્ષના નેતા તરીકેની ફરજ નિભાવી. 2007 માં પોરબંદર વિધાનસભા બેઠક ઉપરથી ફરી ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા. વર્ષ 2022 ની વિધાનસભાની ચુંટણીમાં ત્રીજી વખત પોરબંદરની જનતાએ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાને વિજયી બનાવી જનસેવાની તક આપી.
વર્ષ 2024 માં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસીત ભારતના સંકલ્પને સાકાર કરવાના ભાગરૂપે અર્જુનભાઈ મોઢવાડિયા વિકસીત પોરબંદર અને વિકસીત ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માં જોડાયા, તેમણે વિધાનસભાની પેટાચુંટણીમાં 1,16,808 મતોની ઐતિહાસીક સરસાઈ સાથે વિજય મેળવીને નવો વિક્રમ સ્થાપિત કર્યો. આ ચુંટણીમાં શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાને કુલ 1,33,163 (કુલ મતના 86%) મત પ્રાપ્ત થયા હતા. જે ગુજરાતના ઈતિહાસમાં એક જ ઉમેદવારને મતની ટકાવારીનો પણ એક રેકોર્ડ છે.
અર્જુનભાઈ મોઢવાડિયાને લોકો પ્રત્યે આત્મિયભાવ અને સીધો સંપર્ક છે, જે તેમને સતત લોકો માટે કાર્યરત રહેવાની પ્રેરણા પુરી પાડે છે. તેઓ જાહેર જીવનની સાથે સાથે શિક્ષણ, સ્વાસ્થ્ય અને સાર્વજનિક ટ્ર્સ્ટોમાં પણ સક્રિય છે. તેઓ માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટના સ્થાપક મેનેજીંગ ટ્રસ્ટી છે. આ ટ્રસ્ટ સંચાલિત ડૉ. વી.આર. ગોઢાણિયા શૈક્ષણિક સંકુલમાં પ્રાથમિક થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીની શૈક્ષણિક સંસ્થાઓમાં લગભગ પાંચ હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ સાથે જ તેઓ શંકરાચાર્ય મહારાજના માર્ગદર્શનમાં શારદાપીઠ વિદ્યાસભા, દ્વારકામાં ટ્રસ્ટી અને સંયુક્ત સચિવ તરીકે સેવા આપે છે.
અર્જુનભાઈ મોઢવાડિયાની
રાજકીય સફર
1982 અર્જુનભાઈ મોઢવાડિયાએ પ્રાથમિક શિક્ષણ તેમના ગામ મોઢવાડાની સરકારી શાળામાં પૂર્ણ કર્યું. વર્ષ 1982માં, તેમણેખધીરજી એન્જિનિયરિંગ કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરની સ્નાતક પદવી મેળવી. શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા એ હકીકત પરથી સ્પષ્ટ થાય છે કે વર્ષ 1982 થી 2002 દરમિયાન તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તરીકે ચૂંટાયા હતા. યુનિવર્સિટીમાં તેમના કાર્યકાળ દરમિયાન તેમણે શિક્ષણની ગુણવત્તા સુધારવાના પ્રયાસોમાં સક્રિયપણે ભાગ લીધો હતો. માત્ર જ્ઞાનવૃદ્ધિના ઉદ્દેશ્યથી પોતાની અનેકવિધ પ્રવૃત્તિઓમાંથી સમય કાઢીને વર્ષ 2012 માં ગુજરાત યુનિવર્સિટીમાંથી LLBની ડીગ્રી મેળવી હતી.
1993 અર્જુનભાઈ મોઢવાડિયાએ સ્નાતક થયા પછી લગભગ 9 વર્ષ સુધી ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે તેમની વ્યાવસાયિક કારકિર્દી શરૂ કરી. તેઓ પોતાની આ વ્યાવસાયિક કારકિર્દી યથાવત રાખી સફળ મેરીટાઇમ એન્જિનિયર બની શક્યા હોત, પરંતુ તેમના જીવનનો ધ્યેય આના કરતા વધુ નિઃસ્વાર્થ હતો. વર્ષ 1993 માં તેમણે નોકરી છોડી અને પોતાની જાતને સંપૂર્ણ રીતે જાહેર સેવામાં સમર્પિત કરી.
1997
અર્જુનભાઈ મોઢવાડિયા વર્ષ 1997 માં જાહેર જીવનમાં જોડાયા. જાહેર સેવા માટે સમર્પિત તેમણે સક્રિય રાજકારણમાં જોડાઈને અનેકવિધ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી. વર્ષોથી તેઓ વિવિધ રાજકીય અને સામાજિક પહેલો સાથે જોડાયેલા રહ્યા છે, રાજ્ય કક્ષાની રાજકીય પ્રવૃતિઓમાં તેમની સક્રિય ભાગીદારી દ્વારા જાહેર સેવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા સ્પષ્ટપણે જોવા મળે છે.
2002
અર્જુનભાઈ મોઢવાડિયા પ્રથમ વખત વર્ષ 2002 માં પોરબંદર મતવિસ્તારમાંથી વિધાનસભાના સભ્ય (ધારાસભ્ય) તરીકે ચૂંટાયા હતા. વક્તૃત્વ કુશળતા અને તેમની ફરજો બજાવવાની ઉત્કુષ્ટતાના કારણે શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાને વર્ષ 2004 થી 2007 દરમિયાન ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે સેવા બજાવવાની તક મળી, પોતાના કાર્યકાળ દરમિયાન શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ગુજરાતના લોકોના મુદ્દાઓને વિધાનસભામાં અસરકારક રીતે રજુ કર્યા અને એક જવાબદાર વિરોધ પક્ષના નેતા તરીકેની પોતાની ભૂમિકા નિભાવીને રાજકીય વર્તુળો અને જનતામાં આગવી પ્રતિષ્ઠા મેળવી.
2022
વર્ષ 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં પોરબંદરની જનતાએ ફરી એકવાર અર્જુનભાઈ મોઢવાડિયા ઉપર વિશ્વાસ દાખવીને 9 હજાર કરતા વધુ મતોથી વિજયી બનાવી વિધાનસભામાં મોકલ્યા. આ જીત સાથે તેમને જનતા પ્રત્યેની પોતાની સમર્પિત સેવા ચાલુ રાખવાની વધુ એક તક મળી. જનસેવાના તેમના કાર્યોથી અસરકારક નેતૃત્વ, જનસેવા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા અને પોરબંદરના નાગરીકો સાથેના ઊંડા જોડાણનો પુરાવો મળે છે.
2024
વર્ષ 2024 માં અર્જુનભાઈ મોઢવાડિયા , વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના વિઝન સાથે સુસંગત વિકસિત પોરબંદર અને વિકસિત ગુજરાતના સ્વપ્નને પૂર્ણ કરવા માટે ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાથે જોડાયા. ત્યાર બાદ વિધાનસભાની પેટાચૂંટણીમાં 1,16,808 મતોના ઐતિહાસિક માર્જિનથી જીત મેળવીને એક નવો રેકોર્ડ બનાવ્યો. આ ચૂંટણીમાં શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાને કુલ 133,163 મતો (કુલ મતોના 86%) મળ્યા, જે ગુજરાતના ઈતિહાસમાં એક જ ઉમેદવારને મળેલા મતોની સૌથી વધુ ટકાવારીનો રેકોર્ડ છે.
