ભાગ્યવિજય હિંમતલાલ દવે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પોરબંદર જીલ્લામાં રહેતા ગંગા સ્વરૂપ બહેનોને પાંચ વર્ષ સુધી વાર્ષિક સહાયઅપાઈ
આજરોજ પોરબંદર ગોપનાથ મહાદેવ મંદિર ખાતે મારા પિતાશ્રી ભાગ્યવિજય હિંમતલાલ દવેની ૬૮ મી જન્મતીથી નિમિતે ભાગ્યવિજય હિંમતલાલ દવે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વાર પોરબંદર શહેર અને જીલ્લામાં રહેતા ૧૨૫ થી વધુ ગંગા સ્વરૂપ બહેનોને આગામી પાંચ વર્ષ સુધી વાર્ષિક સહાય આપવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ, તેમજ તમામ સહાય ડાયરેકટ બેન્ક મારફતે ગંગા સ્વરૂપ બહેનોના ખાતામાં જમા કરવામાં આવ્યા.
આ કાર્યક્રમમાં સાંદિપની વિદ્યાસંકુલના પ્રધાન આચાર્ય બિપીનચંદ્ર ગુરૂજી, કથાકાર પૂજય શ્યામભાઈ ઠાકર, ડો. ભરત ગઢવી સાહેબ, પોરબંદર જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા (પટેલ), પોરબંદર છાંયા સંયુક્ત નગરપાલિકા પ્રમુખ ચેતનાબેન તિવારી, જીલ્લા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ ગોપાલભાઈ કોઠારી, જામનગર રાજપુત સમાજ પ્રમુખ હિતેન્દ્રસિંહ જાડેજા સહિત આશાપુરા એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત વિશાળ સંખ્યામાં બ્રહ્મ અગ્રણીઓ અને માતા-બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.