પોરબંદર કોળી સમાજના અગ્રણીઓ કોંગ્રેસમાં જોડાયા, અર્જુનભાઈ મોઢવાડિયાએ ખેસ પહેરાવી કોંગ્રેસમાં સ્વાગત કર્યુ.

રાજ્યની ભાજપ સરકાર દ્વારા સમાજના તમામ વર્ગોને અન્યાય કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભાજપ સરકારમાં સતત થઈ રહેલ અન્યાય અને ઉપેક્ષાથી કંટાળીને પોરબંદર કોળી સમાજના અગ્રણીઓએ કોંગ્રેસ સાથે જોડાઈ ગયા છે. પોરબંદર કોળી ઠાકોર સમાજ જિલ્લા ઉપપ્રમુખ ચંદુભાઈ ડાભી અને કોળી ઠાકોર સમાજ શહેર પ્રમુખ સાગર વાઘેલા, અને મનું ચકુ ડાભીના પુત્ર નિલેશ ડાભી પોતાના સમર્થકો સાથે વિધીવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ કોળી સમાજના તમામ આગેવાનો અને તેમના સમર્થકોને ખેસ પહેરાવીને કોંગ્રેસ પાર્ટીમાં આવકાર્યા હતા.

કોળી સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે ગુજરાતમાં ઠાકોર-કોળી સમાજની વસ્તી 1.20 કરોડ કરોડ જેટલી છે, તેમ છતાં ભાજપ સરકાર દ્વારા ઠાકોર-કોળી વિકાસ નિગમને માત્ર ₹1.10 કરોડ ફંડ આપવામાં આવે છે. એટલે એક વ્યક્તિના ભાગમાં 1 રૂપિયો પણ પુરો ના આવે. રાજ્યની ભાજપ સરકાર ઠાકોર-કોળી સમાજ સાથે આવી ક્રુર મજાક કરવામાં આવી રહી છે, આ જ ભાજપ સરકાર ઉચ્ચ જ્ઞાતિ વિકાસ નિગમને ₹500 કરોડ ફાળવી શકાતા હોય તો વસ્તીના હિસાબે ઠાકોર-કોળી વિકાસ નિગમને ₹1500 કરોડ થી ₹2000 કરોડનું ફંડ મળવુ જ જોઈએ. પરંતુ કોળી ઠાકોર કોળી સમાજ વિરોધી માનસિક્તા ધરાવતી ભાજપ સરકાર માત્ર ₹1.10 કરોડ ફંડ આપીને અન્યાય કરી રહી છે. એટલે આવી ભાજપ સરકાર અને તેમના ઉમેદવારોને સબક છીખવાડવા માટે અમે કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છીએ.

સાથે જ કોળી સમાજના આગેવાનોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી ચુંટણીમાં ભાજપ સરકાર જઈ રહી છે, જેની શરૂઆત પોરબંદથી જ થશે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!