લાયન્સ કલબ પોરબંદર દ્વારા નિષ્કલંક માતા કિડઝ રાણપર,ભાણવડ માં વોટર કૂલર અર્પણ કરાયું

લાયન્સ કલબ પોરબંદર દ્વારા તા. 28-02-2024 બુધવારના રોજ બીપીનભાઈ તથા આશાબેન ભગાણી,લંડનના આર્થિક સહયોગથી નિષ્કલંક માતા કિડઝ, રાણપર,ભાણવડ માં વોટર કૂલર અર્પણ કરવામાં આવેલ.

તા. 28-02-2024 બુધવારના રોજ બિપિનભાઈ તથા આશાબેન ભગાણી,લંડનના આર્થિક સહયોગથી નિષ્કલંક માતા કિડઝ, રાણપર,ભાણવડ માં વોટર કૂલર લાયન વિજય ઉનડકટ હસ્તે અર્પણ કરવામાં આવેલ નિષ્કલંક માતા કિડઝ, રાણપર માં છેલ્લા ….વર્ષોથી એક અંગ્રેજી માધ્યમ સ્કૂલ સાથે સેવાકીય પ્રવૃતિઓ કરતી સંસ્થા ના રૂપમાં કાર્યરત છે.
રાણપર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં શૈક્ષણિક સુવિધા સાથે સાથે સારવારની સેવા આપતી ડિસ્પેન્સરી પણ ચલાવી લોકઉપયોગી કાર્ય કરે છે.
આ કાર્યક્રમમાં લાયન્સ કલબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન નિધિ શાહ મોઢવાડિયા, સેક્રેટરી લાયન અજય દત્તાણી, જોઈન્ટ સેક્રેટરી લાયન હરદત્ત પુરી ગોસ્વામી, વર્ષા બેન ગજ્જર,ફાધર જેગીન,ડાયરેકટર ઓફ નિષ્કલંક માતા વેલફર સેન્ટર, સીસ્ટર જોસ્મી,પ્રિન્સિપાલ સેન્ટ મેરી સ્કૂલ,પોરબંદર,સીસ્ટર સ્મિતા,સીસ્ટર વિજયા,સીસ્ટર જોમેરી,સીસ્ટર ગ્રેસી નિષ્કલંક માતા વેલફર સેન્ટરનો કર્મચારી ગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ હતાં.

મોટાભાગની જાહેર જગ્યામાં કોલ્ડ બોટલ્ડ વોટર નો ઉપયોગ વધ્યો છે, જેનો ઉપયોગ ઘરમાં પણ થઈ ગયો છે. આ એક ખૂબ જ આરોગ્ય ને પ્રતિકૂળ અને નુકશાનકર્તા બની રહ્યું છે ,એવા સમયમાં વોટર કૂલર ઇન્સ્ટોલ કરવાથી પીવાનું શુદ્ધ પાણી તેમજ ઠંડુ પાણી આ સંસ્થાના લાભાર્થીઓને કાયમી સુવિધા મળી રહે તેવા ઉમદા હેતુથી લાયન્સ કલબ પોરબંદર દ્વારા એક સેવાકીય પ્રવૃતિઓ માં કલગી ઉમેર્યા ની ખુશી સાથે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!