લાલબત્તી વાળા મામાદેવ ટ્રસ્ટના સેવકોએ પરમહંસોને એટીકેટ તૈયાર કર્યા
જેમનું કોઈ નથી એમના માટે સતત ખડે પગે રહે છે લાલબતી મામદેવની ટિમ. સામાન્ય રીતે માનસીક અસ્થિર મગજના વ્યક્તિને મનાવવો ખૂબ જ અઘરો હોય છે, પરંતુ પોરબંદર શહેરના અલગ અલગ વિસ્તારોમાં પરમહંસો બેઠા હોય ત્યાં લાલબતી વાળા મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટના સેવાભાવી યુવાનો નીકળી પડે છે માનવતા મહેકાવવા.
આ સેવા ભાવિ યુવાનોએ આજે પોરબંદર શહેરમાં જ્યાં પણ રસ્તે રખડતા પરમહંસોને શોધી શોધી તે નવડાવી, બાલદાઢી કરી નવા કપડાં પહેરાવી એટીકેટ તૈયાર કરીને આ ઉપરાંત દક્ષિણા પણ આપી. આ બધું કર્યા પછી પરમહંસોને જમાડવામાં આવ્યા માનવ સેવા એજ પ્રભુ સેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
પોરબંદરની આ સેવાભાવી સંસ્થા લાલબત્તી વાળા મામા દેવ ચેરીટેબલ ટ્રસ્ટ અને સેવકો દ્વારા નિસ્વાર્થ ભાવે સતત આવા અનેક સેવાનાં કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે, તેઓની આ અમૂલ્ય સેવાને બિરદાવવા શબ્દો ઓછા પડે એ કાર્ય જોઈ ઈશ્વર પણ ચોક્કસ રાજી થતો હશે અને આ તમામ મિત્રો ઉપર આશિર્વાદ વરસાવતો હશે.
🙏🏻જય લાલબત્તીવાળા મામાદેવ 🙏🏻