ખેલ મહાકુંભ ૨.૦ જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધા સફળતા પૂર્વક સંપન્ન.
વિજેતા ખેલાડીઓ આગામી રાજ્ય કક્ષાની કરાટે સ્પર્ધામાં ભાગ લેશે.
-૪૦૦ જેટલા વિદ્યાર્થીઓએ કરાટે સ્પર્ધા માં ભાગ લઈ સ્પર્ધાને સફળ બનાવેલ.
જિલ્લા રમત અધિકારી ની કચેરી અને કરાટેડો એસોસિએશન પોરબંદર નું શ્રેષ્ઠ આયોજન.
નગર સેવા સદન પોરબંદર ના પ્રમુખ ડો ચેતનાબેન તિવારી ધાર્મિક શસ્ત્ર અને પવનપુત્ર હનુમાન નું પ્રિય અને પ્રાચીન માર્શલાર્ટસ વેપન ‘ગડા ‘ ની સ્થાપના દ્વારા ઉદ્ઘાટન.
ગુજરાત સરકારના રમત ગમત,યુવા અને સાંસ્કતિક વિભાગ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત અને જિલ્લા રમત વિકાસ અધિકારી ની કચેરી પોરબંદર દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ ૨.૦ નું આયોજન થયેલ જે અંતર્ગત પોરબંદર જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધા નું આયોજન જિલ્લા રમત વિકાસ અધિકારી ડો.મનિષ કુમાર જિલડીયા ના સીધા માર્ગદર્શનમાં કરવામાં આવેલ જે અંતર્ગત કરાટેડો એસોસિએશન પોરબંદર ના સહયોગથી ચમ ઇંગ્લીશ મીડિયમ સ્કુલ ખાતે કરવામાં આવેલ .
આ પ્રસંગે નગર સેવા સદન પોરબંદર છાંયા ના બાહોશ પ્રમુખ ડો ચેતનાબેન તિવારી અને જિલ્લા રમત વિકાસ અધિકારી ડો. મનિષ જીલડીયા ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવેલ આ સાથેજ કરાટે વિદ્યાર્થીઓનું મનોબળ વધારવા શાળા ન પ્રિન્સીપાલ શ્રીમતી સુનયના ડોગરા,ગજાનન એજ્યુકેશન ટ્રસ્ટ ના મેનેજિંગ ડાયરેક્ટર કમલભાઈ પાઉં,હરીશભાઈ પાઉં,શ્રીમતી મેધનાથી,પેરા સ્પોર્ટ્સ અને પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ ના માનદ સેક્રેટરી કમલેશભાઈ ખોખરી,એડવોકેટ ધારાશાસ્ત્રી જયભાઈ મહેતા,વ્યાયામ
મંડળ ના મંત્રી નિર્મળાબેન મહેશ્વરી,કીર્તિમંદિર પોલીસ ઇન્સ્પેક્ટર મેડિટેશન એક્સપર્ટ શ્રી નાયક,એથલેટિક કોચ કૌશિક સિંધવા, જૂડો કોચ બારડ વગેરે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરેલ.
આ સ્પર્ધાનું ઉદ્ઘાટન પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી ના વરદ હસ્તે ખુબજ અનોખીરીતે પ્રાચીન શસ્ત્ર અને હનુમાનજી નું પ્રિય ગડાનું સ્થાપન કરી કરવામાં આવેલ . આ સ્પર્ધા કરાટેડો એસોસિએશન પોરબંદર ના પ્રેસિડેન્ટ
કેતન કોટિયા ના કુશળ માર્ગદર્શન માં યોજાયેલ જ્યારે આ સ્પર્ધા માં,કરાટે એક્સપર્ટ અને કરાટે ડો એસોસિએશન ના સેક્રેટરી સેન્સાઈ સૂરજ મસાણી, વાઇસ પ્રેસિડેન્ટ સેનસઈ મહેશ મોતીવરસ, સેન્સાઇ અંજલિ
ગનધ્રોકિયા, સેનસાઇ સુનિલ ડાકિ ,યશ ડોડીયા,મોહિત મઢવી,મિલાપ લોઢારી,ધ્વનિ સલેટ,નયન જેઠવા, હેબિત મલેક,મીરાં પંડ્યા,પાયલ ચામડિયા ,હિના ભરડા,વિશ્વા ગોહેલ,કિંજલ હોદાર
ખુશ્બુ દાઉદિયા,જેનિકા ગોહેલ,ધરતી કોટીયા,ક્રિશિકા કોટિયા
વગેરે ની ઓફિસિયલ ની સેવા ઉપરાંત આ સ્પર્ધાને સફળ બનાવવા મહત્વનું યોગદાન રહેલ આ માટે કરાટે એક્સપર્ટ કરાટેડો એસોસિએશન પોરબંદર ના પ્રેસિડેન્ટ કેતન કોટિયા અને સેક્રેટરી સૂરજ મસાણી એ ચામ ઇંગ્લીશ મિડિયમ સ્કુલ,તમામ ઓફિશ્યલ અને ટેકનીકલ ટીમ ,મહેમાનો, તેમજ વિજેતાઓ અને ના ભાગલેનાર તમામ ને શુભેચ્છા પાઠવી સૌનો આભાર વ્યક્ત કરેલ.