Watch “પોરબંદરના કડીયા પ્લોટ માં ભાજપ ના પ્રચાર માં કેન્દ્રીય પ્રધાન વિકે સિંહ ની જાહેરસભા યોજાઈ” on YouTube
પોરબંદરના કડીયા પ્લોટ માં ભાજપ ના પ્રચાર માં કેન્દ્રીય પ્રધાન વિકે સિંહ ની જાહેરસભા યોજાઈ
રાજ્ય પ્રધાન રાજ્યવર્ધન સિંહ રાઠોડ પણ રહ્યા ઉપસ્થિત
કડિયા પ્લોટ કામદાર ચોક ખાતે યોજાયેલી સભામાં લોકો ઉમટયા
પોરબંદર માં ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર બાબુભાઇ બોખીરીયા ના સમર્થનમાં કેન્દ્રીય પ્રધાન વિકે સિંહ ની ઉપસ્થિતી માં વિશાળ જાહેર સભા યોજાઈ હતી.
પોરબંદર માં કડિયા પ્લોટ કામદાર ચોક ખાતે યોજાયેલી સભામાં મોટી સંખ્યા માં લોકો ઉમટયા હતા. આ સભામા કેન્દ્રીય પ્રધાન વી.કે.સિંહ,પૂર્વ મંત્રી ભારત સરકાર – સાંસદ રાજ્યવર્ધન સિંહ રાઠોડ, પોરબંદર ના સાંસદ – રમેશભાઈ ધડુક, પોરબંદર – પ્રભારી પાલવીબેન ઠાકર, પોરબંદર ભાજપ જિલ્લા પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયા ઉપસ્થિતિમાં આ સભા યોજાઈ હતી. આ સભા માં ભારતીય જનતા પાર્ટી ના હોદેદારો, કાર્યકરો સહીત સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. કેન્દ્રીય પ્રધાન વી.કે.સિંહ એ વિવિધ રાજ્યોમાં કાર્યરત બિન ભાજપા સરકારોનું વાસ્તવિક ચિત્ર ઉજાગર કરી ને જણાવ્યું હતું કે, દેશ ના વિકાસ માટે લોક તંત્ર ના મહા પર્વ માં પોરબંદરવાસીઓ ભાજપ ને મત આપશે અને પોરબંદર ની બેઠક ઉપર થી બાબુભાઇ બોખીરીયા નો રેકોર્ડ બ્રેક લીડ સાથે વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.