પોરબંદરમાં પ્રવાસે આવતા વિદ્યાર્થીઓ માટે થશે વિનામૂલ્યે ભોજન/અલ્પાહાર ની વ્યવસ્થા

🫕 *સુદામાનગરી માં “મોદી પરીવાર” દ્વારા વધુ એક વિશિષ્ટ સેવાકાર્ય નો સંકલ્પ*

🚨 *શિક્ષણ મંત્રી એ સેવાકીય પ્રવૃત્તિ ને બિરદાવી*

સુદામાનગરી માં “મોદી પરીવાર” દ્વારા વધુ એક વિશિષ્ટ સેવાકાર્ય નો સંકલ્પ કરવામાં આવ્યો છે જેમાં પોરબંદરમાં પ્રવાસે આવતા વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ માટે ભોજન/અલ્પાહાર ની વિશિષ્ટ વ્યવસ્થા કરી આપવામાં આવશે.
પોરબંદર એ ગાંધીજન્મભૂમિ ની સાથોસાથ શ્રીકૃષ્ણસખા સુદામાની પાવનભૂમિ છે અને અહીં વિશ્વનું એકમાત્ર સુદામા મંદિર આવેલું છે અને પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા નિર્મિત સાંદિપની આશ્રમ ઉપરાંત ફરવાલાયક રમણીય દરિયાકાંઠો આવેલ હોવાથી પોરબંદર આસપાસ અને ગુજરાતમાંથી પણ મોટી સંખ્યા માં સ્કૂલ માંથી વિદ્યાર્થીઓ ને પ્રવાસ માટે લાવવામાં આવે છે. ત્યારે તેઓ માટે મનુભાઈ મોદી અને સાગર મોદી દ્વારા તમામ શાળાના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ માટે વિનામૂલ્યે મહાપ્રસાદી (જમવા) ની અને અલ્પાહાર ની ઉત્તમ વ્યવસ્થા કરી આપવામાં આવશે.આ સેવાનો લાભ મેળવવા માટે શાળા સંચાલકો એ વ્યવસ્થા ના ભાગરૂપે 3 દિવસ પહેલા મનુભાઈ મોદી મો. 98252 30384 અથવા હિતેશભાઈ કાગદી મો. 98799 31631 અથવા કાનાભાઈ 96246 42031ઉપર જાણ કરવાની રહેશે.
આ ઉત્તમ સેવા મનુભાઈ તથા સાગર મોદી દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મનુભાઈ મોદી અને સાગર મોદી દ્વારા પોરબંદરમાં અનેક સેવાકાર્યની જ્યોત સદા જલતી રાખવામાં આવે છે. તેઓના આ નવતર સેવા સંકલ્પ ને લોકો એ પણ આવકારી છે.
*શિક્ષણ મંત્રી એ સેવાકીય પ્રવૃત્તિ ને બિરદાવી*
રાજ્યના શિક્ષણ મંત્રી એ સોશ્યલ મીડિયા પોસ્ટ ના માધ્યમ થી મોદી પરિવાર ને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, પોરબંદર શાળાકીય પ્રવાસે આવતા વિદ્યાર્થીઓ માટે મનુભાઈ તથા સાગરભાઈ મોદી દ્વારા જે વિનામૂલ્યે અલ્પાહારની સગવડ પૂરી પાડવામાં આવે છે તે ખુબ સરાહનીય છે. તથા બાળકો માટે ત્યાગ,સેવા અને સમર્પણ નુ ઉમદા ઉદાહરણ પૂરું પાડે છે તે બદલ ખૂબ ખૂબ આભાર સહ અભિનંદન પાઠવુ છું.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!