પોરબંદર માં વૈષ્ણવ સાધુ સમાજ ની મિટિંગ યોજાઈ


પોરબંદર માં વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા આજે તારીખ 16 11 2022 ના રોજ અગત્યની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું કમલાબાગ એમ એમ સ્કૂલ સામે આવેલ સ્વસ્તિક હોલ ખાતે સાંજે 8:00 વાગે યોજાયેલ મિટિંગમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આ મિટિંગમાં વૈષ્ણવ સાધુ સમાજમાં સંગઠન કઈ રીતે બનાવી શકાય અને વધુમાં વધુ લોકો ને જોડી શકાય તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ ઉપરાંત વૈષ્ણવ સાધુ સમાજના વિવિધ પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી અને આગામી સમયમાં પોરબંદર માં ત્રિપાંખ સાધુ સમાજ પોરબંદર જિલ્લા નું સંમેલન યોજનાર હોય જે અંગે પણ ચર્ચા કરાઈ હતી આ મિટિંગમાં વૈષ્ણવ સાધુ સમાજના નિમેશભાઈ ગોંડલીયા, પ્રકાશભાઈ ગોંડલીયા, ભવાનીદાસ કાપડી ,હિતેશભાઈ દુધરેજીયા, ધીરેનભાઈ ગોંડલીયા સહિત ગોસ્વામી સમાજ ના આગેવાન તથા સ્વસ્તિક ગ્રુપ ના પ્રમુખ વીનેશભાઈ ગોસ્વામી તથા રાજુભાઇ ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા.આવનાર દિવસોમાં પોરબંદર માં વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા ભવિષ્ય માં ઉપયોગી બની રહે તે હેતુ થી મહા સમ્પર્ક અભિયાન શરૂ થઈ રહયુ છે જેના ભાગ રૂપે આગેવાનો ઘરે ઘરે જઈ ને સાધુ સમાજના પરિવાર ની યાદી બનાવવામાં આવશે આ અભિયાન માં સમાજ ના સૌ લોકોએ સહકાર આપવા જણાવ્યું હતું.
