પોરબંદર-છાયા નગર પાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો જાહેર કરાતા પોરબંદર શહેર/જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ફટાકડા ફોડયા

ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાની વિધાનસભામાં અસરકારક રજુઆતના પગલે આજે રાજ્ય સરકાર દ્વારા પોરબંદર-છાયા નગર પાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેને આવકારતા પોરબંદર શહેર/જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ફટાકડા ફોડીને આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ પોરબંદર-છાયા નગર પાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવા બદલ પોરબંદર શહેર/જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા માન. ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને ગુજરાત સરકારનો આભાર માનવામાં આવ્યો હતો.

Please follow and like us:
Spread the love
CATEGORIES
TAGS

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!