જામનગરની લેબર ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલે પોરબંદર ઓરિએન્ટ  કંપનીના 250 વર્કર્સના કેસો રદ કર્યા

જામનગરમાં કાર્યરત સ્પેશિયલ લેબર ટ્રીબ્યુનલ  દ્વારા તાજેતરમાં પોરબંદરની ઓરિએન્ટ એવરેસીવ પ્રાઇવેટ લિમિટેડ કંપની સામેના 250 થી વધારે વર્કસ ના કેસ રદ કરાયા છે જેમાં તમામ કેસ કરેલ કામગીરીના ગાળાના વર્કર્સના પગારો બાકી હોવાનું કારણ બતાવી તેના યુનિયને દાખલ કરેલા હતા પરંતુ ઓરિએન્ટ કંપની દ્વારા આ ગાળામાં ક્લોઝર જાહેર કરાયેલું હોય નો વર્ક નો પેમેન્ટ નો નિયમ મુજબ તેવા લેણા મળવા પાત્ર થતા નથી તેઓ કંપનીનો બચાવ લેબરકોટ દ્વારા માન્ય રાખેલ હોવાનું જાણવા મળેલ હોવાનું એડવોકેટ વિજય પંડ્યા એ જણાવ્યું હતું

અત્રે ઉલ્લેખનીય છે કે કંપનીના વર્કસ યુનિયન ની રજૂઆતો મુજબ ગાંધીનગર લેબર ઓથોરિટી સમક્ષ ક્લોઝર ડાઉન મંજૂર કરાવવા કંપની તરફે કાર્યવાહી અને માંગણીઓ કરાયેલ હતી પરંતુ કંપનીનું ક્લોઝર કાયમી અને સંપૂર્ણપણે મંજૂરને પાત્ર નથી તેવું કારણ જણાવી ક્લોઝરની મંજૂરી રદ પણ કરાયેલ હતી કંપનીની આર્થિક રીતે પડી ભાંગેલી વ્યવસ્થા સામે ટકી રહેવા માટે કંપનીએ પણ ઘણા પ્રયત્નો કરેલા પરંતુ અંતે ના છૂટકે કાબુબહાર બની ગયેલા સંજોગોમાંથી પ્રેરાઈને કંપની કાયમી ધોરણે બંધ કરવા મેનેજમેન્ટ ને ફરજ પડેલ છે કોર્ટના ચુકાદામાં અંતમાં એમ પણ ફરમાવવામાં આવેલ છે કે ધંધો બંધ કરવાનો અંતિમ અને જરૂરી નિર્ણય લેવાનો સંસ્થાના માલિકને બંધારણીય હક છે તેનાથી વિરુદ્ધ માંગેલી દાદમાં કોઈ નિર્ણય આપી શકાય તેમ નથી તેમ એક અખબારી યાદીમાં એડવોકેટ વિજય પંડ્યા એ જણાવ્યું છે

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!