વી.જે.મદ્રેસા હાઈસ્કૂલ માં “ટીચર ટ્રેનિંગ” કાર્યક્રમ સંપન્ન
રાષ્ટ્રીય ટ્રેનર પુરસ્કાર મેળવનાર જાણીતા ટ્રેનર ભરતભાઈ દુદકીયા એ આપ્યું મહત્વનું માર્ગદર્શન


વી.જે.મદ્રેસા હાઈસ્કૂલ માં એક દિવસીય “ટીચર ટ્રેનિંગ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં વી.જે.મદ્રેસા બોયઝ સ્કૂલ, ગર્લ્સ સ્કૂલ અને ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના તમામ શિક્ષક મિત્રોને રાષ્ટ્રીય ટ્રેનર પુરસ્કાર મેળવનાર જાણીતા ટ્રેનર શ્રી ભરતભાઈ દુદકીયા એ મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમ ના પ્રારંભે ભરતભાઈ દુદકીયા નું સ્વાગત મદ્રેસા ના ઓન. સેક્રેટરી ફારુકભાઈ સુર્યા એ પુષ્પગુચ્છ થી કર્યું હતું, તેમજ તેમના આસિસ્ટન્ટ પરેશભાઈ કેશવલાલ ઠાકરનું પુષ્પગુચ્છ થી સ્વાગત પ્રિન્સિપાલ ઇસ્માઇલ મુલ્તાની એ કર્યું હતું.
આ કાર્યક્રમ માં મદ્રેસા ના ઓન. સેક્રેટરી ફારૂકભાઈ સુર્યા એ સ્વાગત પ્રવચન માં ભરતભાઈ દુદકીયા નો પરિચય આપતા જણાવ્યું હતું કે, ભરતભાઈ એ તેમની કારકિર્દી જે.સી.આઈ. થી શરૂ કરી હતી અને તેઓ જે.સી.આઈ. માં યુવાનો ને પણ મહત્વ ની તાલીમ આપી રહ્યા છે. આજ થી 20 વર્ષ પૂર્વે પણ મદ્રેસા માં ટ્રેનર તરીકે શિક્ષકો ને માર્ગદર્શન આપી ચુક્યા છે, ત્યારે 20 વર્ષ બાદ આજે ફરી ને તેઓનો લાભ આપણને મળી રહ્યો છે ત્યારે તેઓ નો આત્મવિશ્વાસ એક જીવતીજાગતી મિશાલ છે, તેઓ ને થોડા સમય પહેલા જીભ નું કેન્સર થયેલ આ રોગ માં જીભ કાપવી પડી હતી, મોટા સર્જનો એ કહેલ હવે તમે ક્યારેય બોલી નહિ શકો અને તીખું ખાઈ નહિ શકો ત્યારે તેઓ એ કાગળ ઉપર લખી ને કહેલ કે હું એકાદ વર્ષ માં બોલીશ અને મને મન થાય એવું બધું જમીશ અને તેઓ ના આત્મ વિશ્વાસ થી ખરેખર આજે તેઓ બોલી શકે છે અને ટ્રેનર તરીકે પણ સક્રિય છે, તેઓ લાઈફકોચ છે, મોટિવેશનલ સ્પીકર, વાસ્તુ કન્સલ્ટન્ટ એસ્ટ્રોલોજી કન્સલ્ટન્ટ ઉપરાંત છેલ્લા 30 વર્ષ કરતા વધુ સમય થી પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે, ગવર્મેન્ટ સાથે, ઘણીબધી કોર્પોરેટ સાથે કાર્યક્રમો કરી રહ્યા છે, તેઓ પાસે તમામ વિષયો પર તાલીમ આપવાનો નો બહોળો અનુભવ છે. આજે તેઓ મદ્રેસા ના સ્ટાફ ને જે તાલીમ આપશે તે વિદ્યાર્થીઓના વિકાસમાં ખુબ ઉપયોગી થશે.
ભરતભાઈ દુદકીયા એ શિક્ષકો ને કોમ્યુનિકેશન ગેપ, પોઝિટિવ એટિટ્યૂડ, બોડી લેંગ્વેજ, સંગઠન થી કામ કરવા સહીત વિવિધ મુદ્દે પ્રેઝન્ટેશન અને વિવિધ રમતો દ્વારા સવાર થી સાંજ સુધી માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ નું સંચાલન શીવાનીબેન સામાણી શેરો શાયરી સાથે અનોખા અંદાજ માં કર્યું હતું. કાર્યક્રમ ને સફળ બનાવવા શાળા ના પ્રિન્સિપાલ ઇસ્માઇલ મુલતાની, શિવાની સામાણી, આકીબ હામદાણી, હેતલ સોનીગ્રા સહીત સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
