પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનાં છ (૬) સભ્યોની કો-ઓપ્ટ સભ્ય તરીકે ની નિમણુક

પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની કારોબારી સમિતિ ની મીટીગ તા. ૨૯/૦૨/૨૦૨૪ ના રોજ સાંજે ૬:૩૦ કલાકે યોજાયેલ હતી તે મીટીગ માં પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનાં બંધારણ કલમ ૧૩ (ઠ) મુજબ વર્ષ ૨૦૨૪-૨૫ એટલે કે તા. ૦૧/૦૪/૨૦૨૪ થી તા. ૩૧/૦૩/૨૦૨૫ છ (૬) કો-ઓપ્ટ સભ્ય ની એક વર્ષ માટે નિમણુક કરવાની થતી હોય ત્યારે છ (૬) સભ્યોની માનદ સેવા આપવા માટેની નામની ચર્ચા કરવામાં આવેલ હોય ત્યારે આ ચર્ચા માં છ (૬) સભ્યના નીચે મુજબ નાં નામ હોય ત્યારે આ છ સભ્યોને સર્વાનુમતે પાસ કરી ને પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં એક (૧) વર્ષ માટે એટલે કે તા. ૦૧/૦૪/૨૦૨૪ થી તા. ૩૧/૦૩/૨૦૨૫ સુધી કો-ઓપ્ટ સભ્ય તરીકે ની નિમણુક કરવામાં આવતા. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ જીજ્ઞેશભાઈ કારિયા તથા કારોબારી સમિતિના સભ્યોએ આ છ સભ્યોને જેમની કો-ઓપ્ટ સભ્ય તરીકે ની નિમણુક કરવામાં આવેલ હોય તેમને અભિનંદન પાઠવેલ હોય અને આશા રાખેલ હોય કે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના બંધારણ ને ધ્યાનમાં રાખી ને વેપારીઓના કોઇપણ પ્રશ્ન હોય અથવા વેપાર ધંધા કનડગત હોય તેનું નિરાકરણ કરવાનું પૂરે પૂરો સહકાર આપશે અને સમય આપી વેપારી ઓ ને યોગ્ય માર્ગદર્શન આપશે તેવી અપેક્ષા સાથે અભિનંદન આપેલ હોય. ત્યારે ચેમ્બર ઓફ કોમર્સ ની મહત્વ ની જે પાંખ ગણાતી હોય તેવા ચાર એસોસિએશન હોય જેમાના ચારે ચાર એસોસિએશનને આમંત્રિત આપેલ હોય અને આ ચારે ચાર એસોસિએશન સાથે અન્ય શહેરના બે પ્રતિષ્ઠિત વેપારીઓ ને પણ આમંત્રિત કરવામાં આવેલ હોય આમ મળી ને ટોટલ છ (૬) સભ્યોને આમંત્રિત કો-ઓપ્ટ સભ્ય તરીકે કારોબારી સભ્ય તરીકે ની કારોબારી સમિતિમાં સમાવેશ કરવામાં આવેલ હોય આમ આ છ (૬) કો-ઓપ્ટ સભ્યના નામ નીચે મુજબ નિમણુક કરેલ છે :
ક્રમ
નામ
પેઢીનું નામ

૧.
જયંતભાઈ નગીનદાસ નાંઢાં
સોની મહાજન એસોસિએશન પ્રમુખ(મેં. સોની પ્રેમજી પ્રધાનભાઈ)

૨.
જયેશભાઈ રમણીકલાલ પોપટ
મે. પોરબંદર કરીયાણા મર્ચેન્ટ એસોસિએશન પ્રમુખ

૩.
પ્રદીપભાઈ જેઠાભાઈ ગોપલાણી
મે. ક્લોથ મર્ચેન્ટ એસોસિએશન કારોબારી સભ્ય

૪.
હેમેન્દ્રભાઈ હરકિશનભાઈ રાયમગીયા
પોરબંદર કટલેરી હોઝીયેરી એસોસિએશન કારોબારી સભ્ય (મે.રધુવંશી એન્ટરપ્રાઈઝ )

૫.
જયેશભાઈ મનસુખલાલ રાડિયા
મે. મનસુખલાલ ભીખાલાલ (ઓઈલ વાળા)

૬.
લક્ષ્મીકાન્ત (લાલાભાઈ) વનરાવન રૂધાણી
મે. જલારામ ટ્રેડર્સ (સુતારવાડા)

ઉપરોક્ત જણાવેલ વેપારી ભાઈઓ નાં નામ ને સર્વેસમંતિ થી મંજુરી આપી કો-ઓપ્ટ સભ્ય તરીકે જાહેર કરવામાં આવેલ છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!