Watch “બગવદર ગામે મોબાઈલની દુકાનમાંથી ચોર સીસીટીવી ફૂટેજ ના આધારે પોલીસ તપાસ શરૂ” on YouTube

બગવદર ગામે બગવદર અડવાણા રોડ ઉપર આવેલ શિવ પ્લાઝા મોલ ની બાજુમાં આવેલ સોનલ મા કૃપા મોબાઇલ નામની દુકાનમાંથી નવા તેમજ જુના મોબાઇલની ચોરી બગવદર પોલીસે તપાસ હાથ ધરી
આ બનાવની વિગત એવી છે કે ફરિયાદી રોહિત મુળુભાઈ મોઢવાડિયા ઉ.વ.૨૭.રે. સીમર ગામ વાળાએ બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા જણાવેલ કે તેમની દુકાન બગવદર અડવાણા રોડ ઉપર આવેલ શિવ પ્લાઝા મોલ ની બાજુમાં આવેલ સોનલ મા કૃપા મોબાઇલ નામની દુકાનમાંથી કોઈ અજાણ્યા બે શખ્સો રાત્રિના સીસીટીવી કુટેજ ના સમય પ્રમાણે મોડી રાત્રિના અઢી વાગ્યા આસપાસ દુકાનના શટર ના તાળા તોડવાનો પ્રયાસ કરેલ પરંતુ તાળા ન તૂટતા તસ્કરોએ કોઈ લોખંડનો પાઇપ અથવા લોખંડના ભારી એંગલ થી શટરને વચ્ચેથી ઊંચું કરી દુકાનમાં પ્રવેશ કરેલ અને જુદી જુદી કંપનીના નવા મોબાઈલ નંગ 7 આશરે કિંમત રૂપિયા 84 હજાર/તેમજ જુદી જુદી કંપનીઓના જુના મોબાઇલ 6 આશરે કિંમત રૂપિયા 60,000/તેમજ રોકડ રકમ રૂ. 8000/ એમ કુલ રૂપિયા 1,52,000/ના મુદ્દા માલની ચોરી કરી લઈ જઈ એકબીજાને મદદગારી કરી ગુનો કર્યા બાબત આ બનાવ બનતા પોલીસ સ્ટેશનના ઈ/ચા પીએસઆઇ પીડી જાદવ તાત્કાલિક દોડી આવેલ અને સીસીટીવીના કુટે જ મેળવી આ તસ્કરોની શોધખોળ હાથ ધરેલ છે આ બનાવની તપાસ બગવદર ઈ/ચા પીએસઆઇ પીડી જાદવ ચલાવે છે
રિપોર્ટર ધીરુભાઈ નિમાવત બગવદર

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!