પોરબંદર એસ.ટી. ડેપો દ્વારા મુસાફરો માં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે હેતુસર “સ્વચ્છતા નો ટહુકાર”
પોરબંદર એસ.ટી. ડેપો ખાતે હાલમાં ચાલીરહેલા રાજ્ય વ્યાપી મિશન “શુભ યાત્રા” “સ્વચ્છ યાત્રા” અંતર્ગત સ્પોર્ટ્સ, યોગ એન્ડ કલ્ચર એસોસિએશન પોરબંદર ના સહયોગથી રતનપર પ્રાથમિક શાળાના બાળ કલાકારો દ્વારા મુસાફરો માં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે હેતુસર “સ્વચ્છતા નો ટહુકાર” નાટક નું આયોજન કરવામાં આવેલ હતું,
આ નાટક માં રતનપર પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સ્વચ્છતા ગીત, તેમજ કલાત્મક રમુજી શૈલીમાં અવનવી કૃતિઓ રજુ કરવા માં હતી તેમજ સ્વચ્છતા ના સૂત્રો પણ રજુ કરવામાં આવ્યા હતા,
આ કાર્યક્રમમાં એસ. ટી સ્ટેન્ડ ઈન્ચાર્જ શ્રી એચ. એમ. રૂઘાણી, ટ્રાફિક ઈન્સ્પેક્ટર શ્રી એસ.જે. કડછા, આસી.ટ્રાફિક ઈન્સ્પેક્ટર શ્રી ડી. એન મોઢવાડિયા, સંકલન સમિતિના આગેવાનો, કર્મચારીઓ તથા બહોળી સંખ્યા માં મુસાફરો ઉપસ્થિત રહ્યાં હતા.
નાટક માં ભાગ લેનાર તમામ બાળકો ને પોરબંદર એસ.ટી. ડેપોના અધિકારીઓ દ્વારા સન્માનપત્ર અને ગિફ્ટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર સર્વે આમંત્રીતો, કર્મચારીઓ અને મુસાફરોનો પોરબંદર એસ.ટી. ડેપો વતી હિતેશ ભાઇ દુધરેજીયા એ આભાર માનેલ હતો
વિશેષ ડેપો માં ડેપો મેનેજર શ્રી પી.બી. મકવાણા અને આસિસ્ટન્ટ ટ્રાફિક ઈન્સ્પેક્ટર શ્રી એચ.એમ. રૂઘાણી દ્વારા મુસાફર જનતાને બસ સ્ટેન્ડ માં તથા બસમાં સ્વચ્છતા જાળવી હાલ માં ચાલી રહેલા ” શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા” મિશન માં સહકાર આપવા નમ્ર અપીલ કરવામાં આવી છે