પોરબંદરમાં પાકીસ્તાનના વિદેશમંત્રીએ કરેલા ઉચ્ચારણોનો ઉગ્ર વિરોધ :જીલ્લા કલેકટરને પાઠવાયું આવેદન

યુએનએસસીમાં પાકિસ્તાનના વિદેશમંત્રી દ્વારા ભારતના પનોતા પુત્ર અને વિશ્વ નેતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને વિશ્વની સૌથી મોટી સામાજિક સંસ્થા આર.એસ.એસ. ઉપર કરાયેલ અણછાજતી ટિપ્પણી સામે વિરોધ

પાકીસ્તાનના વિદેશમંત્રીએ કરેલા ઉચ્ચારણોનો પોરબંદરમાં ઉગ્ર વિરોધ ભારતીય જનતા પાર્ટી અને યુવા મોરચા દ્વારા નોંધાવવામાં આવ્યો હતો જેમાં કાર્યકરો અને પોરબંદરવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા . જીલ્લા કલેકટરશ્રીને પાઠવાયેલા આવેદનમાં જણાવાયું હતું કે , યુએનએસસીની બેઠકમાં ભારતના વિદેશમંત્રી આતંકવાદના કડક વલણ મુદ્દે કોઈ જવાબ આપવાની અવસ્થામા ન હોવાથી બોખલાઈ જઈને , વિશ્વ નેતા એવા દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી માટે , પાકિસ્તાનના વિદેશમંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં જે પ્રકારે નીચ કક્ષાની વાત કરીછે તેનાથી સમગ્ર દેશના નાગરીકો ગુસ્સામાં છે અને અપમાનિત થયાની લાગણી અનુભવે છે . આવા બેજવાબદાર નિવેદનો અમે ગુજરાત પ્રદેશ ભાજપના સૌ કાર્યકરો અને દેશના તમામ નાગરીકો વિરોધ કરીએ છીએ અને તેની સખત નિંદા કરીએ છીએ . જયા વર્ષોથી સક્ષમ સરકાર નથી , જે આખો દેશ અને સમુદાય જેહાદ માટે જાણીતો છે એ પાકિસ્તાનની સરકારના બાલિશ વિદેશમંત્રી દ્વારા આપણા દેશના પનોતાપુત્ર અને આપણા સૌના વ્હાલા માનનીય વડાપ્રધાન આદરણીયશ્રી નરેન્દ્રભાઈ મોદીની છબી ખરડવાનો હિનપ્રયાસ બિલકુલ માફીને લાયક નથી . અમે એમના નિવેદનને વખોડીએ છીએ તેમજ તેની સામે વિરોધ નોંધાવીએ છીએ . પાકિસ્તાનના વિદેશમંત્રીની બુધ્ધિએ જાણે દેવાળું ફુંક્યું હોય તેમ એ વિશ્વની સૌથી મોટી સામાજિક સંસ્થા આરએસએસ કે જે રાષ્ટ્રવાદી તેમજ સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલી છે તેની ઉપર પણ ગમે તેવા શબ્દોનો પ્રયોગ કરી વાણી વિલાસ કરેલ છે . યુનાઈટેડ નેશન્સની સિક્યુરીટી કાઉન્સિલની અતિમહત્વની બેઠકમાં , આખુ વિશ્વ જેનાથી ત્રસ્ત છે તેવા આતંકવાદ મુદ્દા પર ચર્ચા થતી હોય તેમાં ભારત સરકાર વતી ભારતના વિદેશમંત્રીની સબળ અને સક્ષમ રજુઆતથી હેબતાઈ જઈને અને ભારતના આતંકવાદ સામે લડવાના અસરકારક અભિગમના કારણે જયારે સમગ્ર વિશ્વના દેશો ભારતની પડખે ઉભા રહયા છે ત્યારે પોતાની દોગલી નિતિ અને બીજા દેશોના ટુકડે જીવનાર દેશ પાકિસ્તાન કે જે આતંકવાદ અને આતંકવાદીઓનું જનક છે તેના વિદેશમંત્રી કોઈ દેશના વિદેશમંત્રીના બદલે કોઈ જીહાદી સંગઠન સાથે જોડાયેલા હોય તેવું બિન જવાબદાર નિવેદન કર્યુ છે અને પોતાની બુધ્ધિનું પ્રદર્શન કર્યુ છે . કહેવાતું લોકશાહી શાસન ધરાવતા પાકીસ્તાનના વિદેશમંત્રીના બેજવાબદાર અને બાલિશ વાણીવિલાસ સામે અમારો વિરોધ છે . અમે આપશ્રીના માધ્યમથી મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને આ આવેદન પાઠવીએ છીએ .
વિરોધ પ્રદર્શન કાર્યક્રમ માં પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયા , જિલ્લા મહામંત્રી ખીમજીભાઈ મોતીવરસ સાથે જિલ્લા શહેર ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા , ત્યારબાદ પોરબંદર જિલ્લા કલેક્ટર ને આવેદન પાઠવતા પોરબંદર શહેર યુવા ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી , પોરબંદર જિલ્લા યુવા ભાજપ મહામંત્રી જગદીશભાઈ બાપોદરા ,પ્રદેશ કારોબારી સભ્ય કિંજનભાઈ દત્તાણી , ઉપપ્રમુખ મયુર જોશી અને આનંદ નાંઢા દ્વારા કલેક્ટર ને આવેદન પાઠવી ઉગ્ર રજુઆત કરવા માં આવેલ હતી.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS Wordpress (0) Disqus ( )

error: Content is protected !!