પોરબંદર નાં ઇતિહાસ માં સર્વ પ્રથમ યોજાયો અનોખો સન્નારી સન્માન કાર્યક્રમ
શ્રી ઠાકોરજી ની કૃપા થી પોરબંદર માં નવતર સેવાકાર્યો માટે ખુબજ જાણીતા શ્રી વલ્લભપ્રભુ સત્સંગ મંડળ અને ધી ડિસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સ નાં સંયુકત ઉપક્રમે નારી સન્માન નો નોખો – અનોખો નવતર કાર્યક્રમ તા. 03/07/24 નાં રોજ ડિસ્ટ્રિક્ટ ચેમ્બર હોલ ખાતે યોજાયો હતો. જેમાં પોરબંદર નાં યુવા વૈષ્ણવાચાર્ય પૂ. ગો. ૧૦૮ શ્રી જયવલ્લભલાલજી મહોદયશ્રી અને પોરબંદર – છાંયા નગરપાલિકા નાં પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીનાં વરદ્દ હસ્તે એવી *50* પુત્રવધુ ઓ કે જે છેલ્લા 05 થી વધુ વર્ષ થી સંયુક્ત કુટુંબ માં રહેતા હોય એવા સર્વજ્ઞાતિ ની બહેનો નું અદકેરું સન્માન ઉષ્મા વસ્ત્ર અને સન્માન પત્ર અર્પણ કરી કરવામાં આવેલ હતું. કાર્યક્રમ ની શરૂઆત માં ઉપસ્થિત યુવા વૈષ્ણવચાર્યજી નું દિવ્ય સ્વાગત માલાજી દ્વારા પ્રકાશભાઈ રૂપારેલ અને જતીનભાઈ હાથી દ્વારા કરવામાં આવેલ હતું.
ઉપસ્થિત સર્વે નું સ્વાગત પ્રવચન ધી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર નાં પ્રમુખ જતીનભાઈ હાથી દ્વારા કરવામાં આવેલ જેમાં આગામી સમય માં ગૃહ ઉધોગ દ્વારા પરિવાર ને આર્થિક ટેકો આપનારી પુત્રવધુઓ નું સન્માન ભવિષ્ય માં કરવામાં આવશે એવુ જણાવવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમ નો શુભ હેતું ની રજુઆત પ્રકાશભાઈ રૂપારેલ દ્વારા કરવાની સાથે પોરબંદર માં એવા સંયુકત *25* પરિવારો કે જેમાં 10 સભ્યો એક સાથે જ રહેતા હોય એવા પરિવારો નું સન્માન કરવાનો મનોરથ કરવામાં આવેલ હતો. પદુભાઈ રાયચુરા , ડો. સુરેશભાઈ ગાંધી , અનિલભાઈ કારિયા દ્વારા આ નવતર આયોજન ને બિરદાવતા વક્તવ્ય પ્રસ્તુત કરી રાજીપો વ્યક્ત કરવામાં આવેલ હતો. ઇન્ટરનેશનલ પબ્લિક સ્પીકર ઋષિકાબેન હાથી નું વિશેષ સન્માન વલ્લભપ્રભુ સત્સંગ મંડળ દ્વારા યુવા વૈષ્ણવચાર્યજી પૂ ગો. ૧૦૮ શ્રી જયવલ્લભલાલજી મહોદયશ્રી અને ડો ચેતનાબેન તિવારી નાં વરદ્દ હસ્તે કરવામાં આવેલ જેના પ્રતિભાવ રૂપે ઋષિકાબેન હાથી દ્વારા જણાવવામાં આવેલ કે આજે મારા *જન્મદિવસ* અવસરે મને આ સન્માન પ્રાપ્ત થતા હૂં ખૂબ ગૌરવ અને હર્ષ ની લાગણી અનુભવું છું. ત્યારબાદ ડો. ચેતનાબેન તિવારી દ્વારા જણાવવામાં આવેલ કે આપણા સમાજ માં પુત્ર થી પણ વધુ જેમનું માન હોય એવા *50* પુત્રવધુ નાં સન્માન નાં કાર્યક્રમ માટે રાજીપો વ્યક્ત કરી સંયુકત પરિવાર માં અરસ – પરસ લાગણી , પ્રેમ અને અનેરી હૂંફ હોય છે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ *યુવા વૈષ્ણવાચાર્ય પૂ. ગો. ૧૦૮ શ્રી જયવલ્લભલાલજી મહોદયશ્રી ઍ એમના વચનામૃત માં જણાવ્યું હતું કે પોરબંદર માં આવા દિવ્ય સન્નારી સન્માન માં મને ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો ઍ બદલ રાજીપો વ્યક્ત કરતા વિશેષ માં જણાવ્યું હતું કે જે ઘર માં નારી નું સન્માન થતું હોય ઍ ઘર માં સર્વ દેવતાઓ નો વાસ હોય છે. ઘર માં રહેનારી સ્ત્રીઓ અનેક પ્રકાર નાં કાર્યો ખુબજ કુશળતા પૂર્વક કરી પરિવાર માં શાંતિ અને આનંદ નું નિર્માણ કરતી હોય છે એમ જણાવી આ દિવ્ય કાર્યક્રમ નાં વિચાર અને સુંદર આયોજન માટે આયોજકો ને બિરદાવી ખુબજ પ્રસન્નતા સાથે ઉપસ્થિત સૌને આશીર્વાદ પ્રદાન કરેલ હતા. સન્માન પ્રાપ્ત કરનારા ઘણા બહેનો ઍ ખુબજ રાજીપા સાથે આયોજકો નો આભાર પ્રગટ કરેલ હતો.
આ કાર્યક્રમ માં ડિસ્ટ્રિક્ટ ચેમ્બર નાં જયેશભાઇ પત્તાણી , દિલીપભાઈ ગાજરા , મુકેશભાઈ ઠક્કર , સુરેશભાઈ રાયઠઠ્ઠા તેમજ શ્રી ઘનશ્યામભાઈ મહેતા , ચમ સ્કૂલ નાં પ્રિન્સિપાલ સુનયનાબેન ડોગરા , કમલભાઈ પાઉં અને રસિકબાપા રોટલાવાલા ટ્રસ્ટ નાં મહેન્દ્રભાઈ પોપટ , કિરીટભાઈ મહેતા , મિતુલભાઈ દાસાણી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ ને સફળ બનાવવા જતીનભાઈ હાથી , કમલેશભાઈ ત્રિવેદી , સુધીરભાઈ , કમલેશભાઈ કોટેચા , હિતેષભાઇ સોનીગ્રા , રસિકભાઈ તન્ના , શ્રી અજયભાઇ મોનાણી , કિશોરભાઈ પાડલીયા તથા સરલાબેન સુખાનંદી , હેતલબેન સોનીગ્રા અને હરિતાબેન મોનાણી દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી.
સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સુંદર સંચાલન શ્રી વલ્લભપ્રભુ સત્સંગ મંડળ નાં ખુબજ સેવાભાવી અને અનુભવી પ્રકાશભાઈ રૂપારેલ દ્વારા દિવ્ય રીતે કરવામાં આવેલ હતું.
આમ પોરબંદર માં સર્વપ્રથમ *સન્નારી સન્માન* નો સુંદર કાર્યક્રમ પ્રભુ કૃપા થી ખુબજ સફળતા સાથે સંપન્ન થયો હતો.