શ્રી મહેર સોશિયલ ગ્રુપ પોરબંદર દ્વારા વાર્ષિક એથ્લેટિક રમત ગમત સ્પર્ધા યોજાઈ


શ્રી મહેર સોશિયલ ગ્રુપ પોરબંદર દ્વારા વાર્ષિક એથ્લેટિક રમત ગમત સ્પર્ધા નું દર વર્ષે ડિસેમ્બરના છેલ્લા રવિવારે આશરે 22 વર્ષથી અવિરત રમત ગમત મહોત્સવ મહેર સમાજના વિદ્યાર્થીઓ માટે રાખવામાં આવે છે જેના ભાગ રૂપે આ વર્ષે આજ રોજ તારીખ 25 12 2022 ને રવિવાર ના રોજ રાખેલ જેમની અંદર 300 થી વધારે ખેલાડી ભાઈઓ બહેનોએ ભાગ લીધેલ જેમને અંદર ધોરણ 10 સુધી ભણતા વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો જુનિયર વિભાગ 11 થી ઉપર ભણતા વિદ્યાર્થીઓ સિનિયર વિભાગ એમ જુનિયર અને સિનિયર વિભાગ ભાઈઓ તથા બહેનો રમત ગમત માં ભાગ લીધેલ જેમની અંદર પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા તથા મહેર સુપ્રીમ કાઉન્સિલ ના ભૂતપૂર્વ પ્રમુખ વિરમભાઈ ગોઢાણીયા તથા રાણાવાવ નિર્વાણ ધામ આશ્રમથી પરમાત્માનંદ ગીરીજી સ્વામી એ રમત ગમત શરૂ કરાવેલ તથા મહેર જ્ઞાતિના અન્ય આગેવાનોએ હાજરી આપી આજરોજ સ્પર્ધા પૂર્ણ કરાવેલ તથા વિજેતા સ્પર્ધકોને રોકડ પુરસ્કાર તથા પ્રમાણપત્ર આપી પુરસ્કૃત કરેલ છે
