રાણાવાવ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નગરપાલિકા દ્વારાલોકાર્પણ નો કાર્યક્રમ યોજાયો

રાણાવાવ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નગરપાલિકા દ્વારા શહેર કક્ષાનાં
લાભાર્થીઓને લોકાર્પણ નો કાર્યક્રમ યોજાયો હતો
પોરબંદર જીલ્લા ભાજપનાં કારોબારી સભ્ય બાબુભાઈ ચૌહાણ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં નગર પાલિકાના પૂર્વ પ્રમુખ ઓસમાણભાઈ નાઈ, પૂર્વ ઉપપ્રમુખ જેઠાભાઈ શામળા,
પૂર્વ ચેરમેન મેરૂભાઈ ઓડેદરા.
રાણાવાવ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ભોજાભાઈ જાદવ.જીલ્લા કિશાન મોરચાના ઉપપ્રમુખ નાથાભાઈ ગાધેર, મહિલા મોરચાના મંત્રી શાંતિબેન એરડા
શહેર ભાજપના પૂર્વ મહામંત્રી કિરીટભાઈ બાપોદરા, લઘુમતી મોરચાના પ્રમુખ ગુલુબાપુ. રાણાવાવ મામલતદાર અને નગર પાલિકાના વહીવટદાર
વાય.કે.વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા, કાર્યક્રમના પ્રારંભમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટય કરી તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત નગરપાલિકાના ચીફ ઓફિસર તથા સ્ટાફગણે કર્યું હતું.
કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન કરતાં
ઓસમાણ નાઈએ સ્વચ્છતા અભિયાન ની વિસ્તૃત માહિતી આપી હતી.અને હેમંતભાઈ રાઠોડે પ્રધાનમંત્રી આવાસ યોજનાની વિસ્તૃત સમજ આપી હતી. જ્યારે કાર્યક્રમનાં અધ્યક્ષસ્થાનેથી બાબુભાઈ ચૌહાણે વક્તવ્યમાં
સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત સમજ આપી આવાસ યોજનામાં મળેલી ૬૭૫ અરજીઓ પૈકી ૩૬૮ આવાસો સંપન્ન કરી ૨૪૨ લાભાર્થીઓના આવાસની કામગીરી ચાલુ હોવાનું રૂપિયા ૧૨ કરોડને ૮૮ લાખની સહાય ચૂકવી આપી હોવાની માહિતી આપી હતી.
કાર્યક્રમના પ્રારંભમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ રાજ્ય કક્ષાના આવાસોના લાભાર્થીઓને
લાઈવ કાર્યક્રમમાં સીધી મુલાકાત લઈ ને આ યોજનાનાં આવાસોના લાઇવ પ્રતિભાવો મેળવ્યાં હતાં.
અંતમાં રાણાવાવનાં આવાસ યોજનાના લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આવાસની ચાવી આપવામા આવી હતી.અંતમા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોનો આભાર હેમંતભાઈ રાઠોડે વ્યક્ત કર્યો હતો.
