શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયમાં કેન્સર જાગૃતિ સેમીનાર યોજાયો
પોરબંદરમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ શૈક્ષણિક સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી ભાનુપ્રકાશદાસજીના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ ચાલતી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય, છાંયા ખાતે “કેન્સર જાગૃતિ સેમીનાર”નું આયોજન બે શેસનમાં કરવામાં આવ્યું હતું જેમાં ગાંધીનગરમાં ચાલતી એન. જી. ઓ. સંસ્થા “સંજીવની લાઇફ બિયોન્ડ કેન્સર” કો-ઓર્ડિનેટર ઈલાબહેન વોરા તેમજ ઇન્ડિયન લાયોનેસ ક્લબના સેક્રેટરી ચંદ્રિકાબહેન તેમજ સભ્યો ભારતીબહેન અને પ્રતીભાબહેન પણ હાજર રહ્યા હતા. ઈલાબહેન દ્વારા કેન્સરને લગતી વિવિધ માહિતી આપી હતી. જેમા પ્રથમ શેસનમાં કેન્સરના પ્રકાર, મુખ્ય કારણો, કેન સારથી, લાગણીશીલ આધાર, યોગ્ય જીવન પદ્ધતિ, પોષણ આહાર માર્ગદર્શન તેમજ કેન્સરથી બચવા માટે યોગ, મેડિટેશન અને આહાર વગેરે જેવી બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે તેમની માહિતી આપી હતી. દ્વિતીય શેસનમાં વિદ્યાર્થીનીઓને કેન્સર જેવી બીમારીથી બચવા માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ વ્યસનમુક્તી માટે શપથ લીધા હતા. આ તકે એન. જી. ઓ. સંસ્થા તથા ઇન્ડિયન લાયોનેસ ક્લબના સભ્યોનો શાળાના ટ્રસ્ટીઓ, આચાર્ય વિપુલભાઈ બારૈયા એ વિદ્યાર્થીઓને કેન્સરને લગતી ઊંડાણ પુર્વક માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર માન્યો હતો.


