પોરબંદર સ્ટેટના કુંવરીબાનો સ્વર્ગવાસ થયો
રાજમાતા સ્વ.શ્રી મહેન્દ્રકુવરબા સજ્જનસિંહજી જાડેજા આડેસર જાગીર( કચ્છ) એ મહારાણા નટવરસિંહજીના કાકા વીજયસિંહજીના કુવર કુમારશ્રી દાદુભા જેઠવા (તાલુકદાર ઓફ બાપોદર) ના કુંવરી હતા.તેમનો જન્મ ઈ.1929માં પોરબંદર થયો હતો. મહારાણા નટવરસિંહજીએ એમને સ્ટેટના રાજકુંમારી બનાવ્યાં હતા.તેમના લગ્ન આડેસર જાગીર (કચ્છ)ના ઠાકોર સાહેબ સજ્જનસિંહજી સાથે 1953 માં થયા હતા. લગ્નબાદ આડેસર વિસ્તારમાં દવાખાનાઓની સુવિધા નહિવત હોય તેમને આયુર્વેદનો સારો અનુભવ હતો. એ વિસ્તારની મહિલાઓ અને બાળકો માટે આયુર્વેદિક દવાઓ બનાવીને ઘણા વર્ષો સુધી નિઃસ્વાર્થ ભાવે અને વિનામૂલ્યે સેવાઓ આપી હતી.ઈ.1998માં વડોદરામાં 51 નિરાધાર દિકરીઓના લગ્ન કરાવીને પચીસ પચીસ હજારની રોકડ રકમ દરેકને આપી હતી.આડેસર વિસ્તારમાં તેમને બા સાહેબ રાજમાતા તરિખે જનતા ઓડખતી હતી. તા.25/12/2022 ના રોજ 94 વર્ષની વયે નિધન થતા શોકની લાગણી ફેલાઈ છે.
માતાજી એમના પ્રવિત્ર આત્માને શાંતિ આપે એવી પ્રાથના ॐ શાંતિ 💐💐
શ્રી જેઠવા રાજપૂત સંસ્થાન 🙏🙏