રોટરી ક્લબ ઓફ પોરબંદર, ડીસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ, યુવા ચેમ્બર દ્વારા મુંબઈ આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ
આજથી 16 વર્ષ પહેલા 26 નવેમ્બર 2008ના રોજ 10 જેટલા પાકિસ્તાની આતંકીઓ દ્વારા ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરી મુંબઈના તાજ હોટલ, લીઓપોલ્ડ કાફે, નરીમન હાઉસ, CST રેલવે સ્ટેશન તેમજ ઓબેરોય હોટેલ ખાતે આતંકી હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો જેમાં પોલીસ જવાનો, એન.એસ.જી કમાન્ડો સહિત કુલ 160 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા જેઓને આજ રોજ તા. 26 નવેમ્બરના રોટરી ક્લબ ઓફ પોરબંદર, ડીસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, યુવા ચેમ્બર દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમની શરૂઆતમાં રોટરી કલબ પ્રમુખ દિવ્યેશભાઈ સોઢાએ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું ત્યાર બાદ કી – નોટ સ્પીકર તરીકે ઉપસ્થિત રહેલા અને પોરબંદરના જાણીતા પબ્લિક સ્પીકર દેવાંગ ભૂંડિયા દ્વારા મુંબઈમાં થયેલ આતંકી હુમલા પાછળની કહાની જેમાં આ હુમલાનું પ્લાનિંગ કંઈ રીતે થયું આતંકીઓને ટ્રેનીંગ ક્યાં આપવામાં આવી આ હુમલા પાછળ આ 10 આતંકીઓ સહિત અન્ય કોણ શામેલ હતું જેવી મહત્વપૂર્ણ વિગતો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો અને ત્યાર બાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં રોટરી ક્લબ પ્રમુખ દિવ્યેશભાઈ સોઢા, ડીસ્ટ્રિક્ટ ચેમ્બર પ્રમુખ જતીનભાઈ હાથી, પોરબંદરના જાણીતા ઇન્ટરનેશનલ સ્પીકર ઋષિકા હાથી, ટી.કે.કારિયા, અનિલભાઈ કારિયા, રેડક્રોસ સોસાયટી પ્રમુખ લાખાણસી ગોરાણીયા કીર્તિમંદિર પોલીસ મથકના પી.આઇ. જે.જે. ચોધરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા