લાયન્સ ક્લબ, પોરબંદર દ્વારા સેવાકીય પ્રક્લપોની ઉજવણી.


તા.10-07-2023 ના રોજ બ્રાંચ પ્રાથમિક શાળા,પોરબંદર માં 126 વિદ્યાર્થીઓને લાયન ડો.સુરેશભાઈ ગાંધી સાહેબ દ્વારા નોટબુક વિતરણ કરવામાં આવેલ તેમજ શ્રુતદેવી મંદિર જ્ઞાનભંડારના પ્રમુખ ડો.રશ્મિન પુરોહિત સાહેબની સુપુત્રી ખુશી તરફથી શાળાના પુસ્તકાલયમાં ધાર્મિક પુસ્તકોનું દાન કરવામાં આવેલ.
વિદ્યાર્થીઓએ સંગીતમય રજુઆતમાં ઘડિયાનું ગાન કરી મહેમાનોને મંત્રમુગ્ધ કરેલ. બ્રાંચ પ્રાથમિક શાળામાં આચાર્ય નયનભાઈ વાજા સાહેબના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં ક્રિષ્નાબેન બારેજ,પ્રીતિબેન ભટ્ટી,અજયભાઈ જોશી, અભિષેક ભાઈ પાઠક ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમનું સંચાલન પ્રીતિબેન ભટ્ટીએ કરેલ .
તા.10-07-2023 ના રોજ લોઢીયા અંધજન પુસ્તકાલય તથા નેતર વાળા અંધવૃદ્ધાશ્રમ,પોરબંદર માં સ્વ.કુસુમબેન જયંતિલાલ મહેતાના સ્મરણાર્થે લાયન ડો. સુરેશભાઈ ગાંધી સાહેબ દ્વારા ડબલ ડોરનું ફ્રીઝ તેમજ શ્રુતદેવી મંદિર જ્ઞાનભંડાર ના પ્રમુખ ડો.રશ્મિન પુરોહિત સાહેબની સુપુત્રી ખુશી દ્વારા
અહીંના પુસ્તકાલયમાં ધાર્મિક પુસ્તકોનું દાન કરવામાં આવેલ.લાયન ડો.સુરેશભાઈ ગાંધી સાહેબ દ્વારા ખીરસરા વૃદ્ધાશ્રમ માટે જરૂરી રસોઈના વાસણો આપવામાં આવેલ.તેમજ અંધવૃદ્ધોને સાત્વિક અને પોષ્ટીક આહાર આપવામાં આવેલ.સમગ્ર કાર્યક્રમનું સંચાલન અનિલભાઈ પોપટ દ્વારા કરવામાં આવેલ.
ભીમનાથ મહાદેવના મંદિરે આશરે 110થી વધુ જરૂરિયાતમંદ લોકોને લાયન પ્રમોદભાઈ સુદ્રાના સહયોગથી જમાડવામાં આવેલ.
આ તમામ સેવાકીય પ્રકલ્પોમાં લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ લાયન ડો.સુરેશભાઈ ગાંધી સાહેબ, ડો.ભરતભાઈ ગઢવી સાહેબ,ઓ.એન.મોઢા વિદ્યાલયના પ્રમુખ રજનીભાઈ ઓધવજી મોઢા તથા લાયન્સ ક્લબના પ્રેસિડેન્ટ લાયન નિધિ શાહ મોઢવાડીયા, સેક્રેટરી લાયન અજય દત્તાણી, જોઈન્ટ સેક્રેટરી લાયન હરદત્તપુરી ગોસ્વામી, ટ્રેઝરર લાયન તુષારભાઈ પારેખ, ઝોન ચેરમેન લાયન પંકજભાઈ ચંદારાણા, પૂર્વ પ્રમુખ લાયન સુભાષભાઈ ઠકરાર, લાયન
જીતેશભાઇ રાયઠઠ્ઠા,લાયન
મુકેશભાઈ ગોસલિયા,લાયન કિશન મલકાણ,લાયન ગોપાલભાઈ લોઢારી, લાયન કેતનભાઈ હિંડોચા, લાયન પ્રમોદભાઈ સુદ્રા,ઘનશ્યામ ભાઈ મહેતા તમામ કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!