સૌરાષ્ટ્ર પ્રદેશકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા 2023માં પોરબંદર જિલ્લા ના વિદ્યાર્થીઓ એ મેદાન માર્યું

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સૌરાષ્ટ્ર પ્રદેશકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા 2023 તા. 24.01.23 ના રોજ જૂનાગઢ મુકામે યોજાઈ ગયેલ હતી.

જેમાં સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષા બાળ પ્રતિભા શોધ 2023 માં શ્રી ભોદ સીમ નંબર 1, મું. ભોદ, તા. રાણાવાવ જિ. પોરબંદર ના વિદ્યાર્થી ઘુમલીયા સાગર નિર્ભયભાઈ નો ચિત્ર સ્પર્ધામાં સૌરાષ્ટ્ર ઝોન કક્ષાએ પ્રથમ નંબર આવતા ધોરણ 4 ના નાનકડા વિદ્યાર્થી સાગર અને તૈયારી કરાવનાર શિક્ષક યોગેશભાઈ રાણા ને ભોદ સીમ શાળા નંબર -1 ના શાળાના આચાર્ય ભરતભાઈ વાઢિયા અને શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ કોઠારી વેજાભાઈ સામજીભાઈ એ અભિનંદન પાઠવેલ છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!