રાષ્ટ્રીય જળ મીશન અંતર્ગત પોરબંદર નહેરુ યુવા કેન્દ્ર દ્રારા વેબીનાર યોજાયો
પોરબંદર તા,૪. કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય દ્રારા રાષ્ટ્રીય જળ મીશન અંતર્ગત નહેરુ યુવા સંગઠનના સહયોગથી “કેચ ધ રેન” જાગરૂકતા અભિયાન શરૂ કરાયુ છે. જેનો મુખ્ય ઉદેશ્ય વરસાદના પાણીનો વધુને વધુ સંગ્રહ થાય તે હેતુથી ગ્રમીણ વિસ્તારોમા યુવા સંગઠનો દ્રારા લોકોને જાગૃત કરવાનો છે.
પોરંદર જિલ્લામા આ અભિયાન અંતર્ગત લોક જાગૃતિ કેળવવા જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્રારા પોસ્ટર ઉદધનાટન કરી પોરંદર જિલ્લામા વરસાદના પાણીનો વધુને વધુ સંગ્રહ થાય તેવી આશા વ્યક્ત કરી હતી. વરસાદના પાણીના સંગ્રહ માટે યુવા સંગઠનો દ્રારા ભીત ચિત્રો બનાવવાની સાથે પાણીનો બગાડ ન કરવા તથા પાણીના સંગ્રહ માટે લોકો જલ શપથ લે છે. આ ઉપરાંત લોક જાગૃતિ અર્થે ખાસ કરીને યુવા વર્ગમા જાગૃતતા લાવવા નહેરુ યુવા કેન્દ્ર દ્રારા પાણીના સંગ્રહ માટે વેબીનાર યોજવામા આવ્યો હતો. જેમા પોરબંદર સિચાઇ વિભાગના મદદનીશ એન્જીનીયર મીતાષાબેન ઓડેદરા તથા સંતોકબેન ખુટીએ વરસાદના પાણીના સંગ્રહ અંગે માર્ગદર્શન પુરુ પાડયુ હતુ. વેબીનારનુ સંચાલન જિલ્લા યુવા સંયોજક મેઘાબેન સનવાલે કર્યુ હતુ.