ગુરુકુલ મહિલા કોલેજમાં
એનસીસી તથા એનએસએસના સંયુક્ત ઉપક્રમે
પ્રજાસત્તાક પર્વની ઉજવણી
ગુરુકુલ મહિલા કોલેજમાં
એનસીસી તથા એનએસએસના સંયુક્ત ઉપક્રમે
પ્રજાસત્તાક પર્વની ઉજવણી
ભારત દેશ આઝાદી અમૃત મહોત્સવ પર્વ આન, બાન અને શાનથી ઉજવી રહ્યો છે અને એક વર્ષ માટે જી૨૦ શિખર પરિષદનું નેતૃત્વ ભારતને પ્રાપ્ત થયું છે ત્યારે જી૨૦નું સૂત્ર ‘વસુધૈવ કુટુમ્બકમ’ સાર્થક થાય અને વિદ્યાર્થીનીઓ આઝાદીની અસ્મિતાને સમજી રાષ્ટ્રવાદ સાથે રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપે તે હેતુ સાથે કોલેજમાં એનસીસી.નેવલ અને એનએસએસના સંયુક્ત ઉપક્રમે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોલેજના ભૂતપૂર્વ એકાઉન્ટન્ટ વાસુદેવભાઇ વોરા પ્રમુખ સ્થાને રહેલા હતા.
કોલેજના પ્રિન્સિપાલ ડૉ.અનુપમ ભાઈ નાગરના માર્ગદર્શન અને પ્રેરણાથી ઉજવવામાં આવેલ આ કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાનના હસ્તે ધ્વજ વંદન સાથે કરવામાં આવેલી ત્યારબાદ મહેમાનનું સ્વાગત અને પરિચય એનએસએસ પ્રો.ઓફીસર ડૉ.નયનભાઈ ટાંક દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એએનઓ ડૉ.શર્મિષ્ઠાબેન પટેલના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલી એનસીસી પરેડ રજૂ થયેલી અને મહેમાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવેલ. કાર્યક્રમમાં પ્રમુખ સ્થાનેથી શ્રી વાસુદેવભાઇ વોરાએ ગુરુકુલ મહિલા કોલેજ સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા અને સંસ્થાના સર્વ ટ્રસ્ટીઓ સાથેના પારિવારિક નાતાની યાદો તાજી કરેલી અને દરેક દીકરીઓને આ તપોભૂમિમાં વધુને વધુ જ્ઞાન પ્રાપ્ત કરી પોતાની કારકિર્દી ઘડવા તથા રાષ્ટ્ર વિકાસમાં પોતાનું યોગદાન આપવા અપીલ કરી હતી.
કાર્યક્રમના બીજા ભાગમાં ડૉ.કેતકીબેન પંડ્યાના માર્ગદર્શન હેઠળ જી૨૦ની થીમ તથા આઝાદીનો અમૃતપર્વ રજૂ કરતી દેશભક્તિની સાંસ્કૃતિક રચનાઓ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમોમાં પ્રાર્થના, દેશભક્તિ ગીતો, દેશભક્તિ નૃત્યો, સમૂહ ગીત, વક્તવ્ય, ભરતનાટ્યમ્, યોગ વીથ પીરામીડ, સીમાફોર સાઈન ચિહ્ન, કૂચગીત જેવી કૃતિઓ હતી જેમાં કુલ મળીને લગભગ ૧૧૦ બહેનોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સરપ્રાઈઝ કૃતિ તરીકે વિદ્યાર્થિનીઓ અને મુલાકાતી અધ્યાપકો વચ્ચે દેશભક્તિ ગીત આધારિત ગુરુતાંક્ષરી નામકરણથી સ્પર્ધા (અંતાક્ષરીની નવીન પરંપરા) યોજવામાં આવી હતી જેમાં વિદ્યાર્થિની બહેનો વિજેતા બની હતી.
કાર્યક્રમના અંતમાં પ્રાસંગિક ઉદબોધનમાં કોલેજના પ્રિન્સીપાલ ડૉ અનુપમભાઈ નાગરે અખંડ ભારતને શ્રેષ્ઠ ભારત એક ભારત બનાવવા માટે પ્રત્યેક નાગરિક શું કરી શકે? તે બાબત દિશા-સૂચન સાથે કહેલી અને આ સુંદર કાર્યક્રમ માટે આશીર્વચન આપેલા હતા. અંતમાં એનએસએસ તથા એનસીસી ગીત દ્વારા કાર્યક્રમ પૂર્ણ થયો હતો તો આભાર દર્શન એએનઓ ડૉ.શર્મિષ્ઠાબેન પટેલે કરેલું. સમગ્ર કાર્યક્રમનું સહજ અને સુચારુ સંચાલન કુ.રેખા ઓડેદરા અને કુ.સંધ્યા મોઢવાડિયા અને કુ.જાગૃતિ કડછાએ કરેલું અને ફોટો વ્યવસ્થા ધવલભાઈ રાજ્યગુરુ અને શ્રી દીપ્તિબેન સુચકે સંભાળી હતી. આ સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન કોલેજના પ્રિન્સીપાલ ડૉ અનુપમભાઈ નાગર સાહેબે કરેલું તો આયોજન એનએસએસ પ્રો.ઓફીસર ડૉ.કેતકીબેન પંડ્યા, ડૉ.નયનભાઈ ટાંક અને એએનઓ ડૉ.શર્મિષ્ઠાબેન પટેલે કરેલું તો જરૂરી વ્યવસ્થા માટે અમિતભાઈ ભટ્ટ અને મિતભાઈ લાખાણી અને બીનાબેન દત્તાણીએ સેવા પૂરી પાડી હતી. આ ઉજવણીમાં સૌ અધ્યાપક મિત્રો તથા ઓફીસ સ્ટાફ અને વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.