ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત ની ટેનિસ ક્રિકેટ ટ્રુનામેન્ટમાં જૂનાગઢ ટિમ વિજેતા

સાંદિપની આશ્રમ ના ઋષિકુમારો દ્વારા સંસ્કૃત માં લાઈવ રોમાંચક ક્રિકેટ કોમેન્ટ્રી આપી દર્શકો ને કર્યા અભિભૂત
પોરબંદર જિલ્લા કલેકટર, ડો. સુરેશ ગાંધી તથા ઉદ્યોગપતિ કરસન સલેટ દ્વારા ક્રિકેટ રમી ક્રિકેટરોને પ્રોત્સાહિત કરાયા


જુનાગઢના નિલેશ મોરીએ સાંદિપની ક્રિકેટ ગ્રાઉન્ડમાં છગ્ગા નો વરસાદ કરી મેન ઓફ ધ સીરીઝ બેસ્ટ બેસ્ટમેન તથા મેન ઓફ ધ મેચ નો ખીતાબ મેળવ્યો
દેશભરમાં વિવિધ રાજ્યોમાં મોટી સંખ્યામાં શાખા ધરાવતી સંસ્થા ભારત વિકાસ પરિષદ દ્વારા અનેક સેવાકીય અને ભારતીય સંસ્કૃતિના સાથે જોડાયેલ લોક ઉપયોગી કાર્યક્રમ તથા સામાજિક કાર્યો કરવામાં આવે છે ત્યારે ભારત વિકાસ પરિષદના પરિવાર ના સભ્યો માં આત્મીયતા કેળવાય તેના ભાગરૂપે ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ દ્વારા તેની ક્રિકેટ ટુર્નામેન્ટ 2023 નું આયોજન કરાયું હતું જેમાં આઠ ટીમ વચ્ચે સેમિફાઇનલ અને ફાઇનલ મેચ ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખા ના યજમાન પદે પોરબંદર માં આવેલ સાંદિપની આશ્રમ ખાતે યોજાયો હતો અને જૂનાગઢની ટીમ આ મેચમાં વિજય બની હતી.

ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત દ્વારા અલગ અલગ ત્રણ વિભાગીય ટેબલ ક્રિકેટ ટુર્નામેન્ટ 2023 નું આયોજન ડિસેમ્બર 2022 થી કરાયું હતું જેમાં સોમનાથ કચ્છ તથા રાજકોટ વિભાગની મળી 36 જેટલી ટીમોએ ભાગ લીધો હતો અને ડિસેમ્બર 2022 માં આઠ કીમો વિજેતા થઈ હતી આ આઠ ટીમની કવાટરફાઈનલ મેચ પોરબંદર માં વિશ્વ પ્રસિદ્ધ ભગવત કથાકાર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સંચાલિત હરિ મંદિર સાંદિપની આશ્રમ ખાતે ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખાના યજમાન પદે યોજાય હતી. પોરબંદર ના જિલ્લા કલેકટર અશોક શર્મા તથા પોરબંદરના જાણીતા તબીબ સુરેશ ગાંધી તથા ઉદ્યોગપતિ કરશનભાઈ સલેટ દ્વારા દીપ પ્રાગટય કરી ક્રિકેટ ટુર્નામેચ નો પ્રારંભ કરાવ્યો હતો મેચ માં ભાગ લેનાર આઠ ટીમમાં રાજકોટની આનંદ નગર તથા મવડી શાખા, ધોરાજી જુનાગઢ સોમનાથ ,વર્ષામેડી કચ્છ ,કેશોદ પોરબંદર વચ્ચે સવારે 7 કલાક થી યોજાઈ હતી. આ તમામમાંથી વિજેતા બનેલ તેમની સેમિફાઇનલ મેચ અને જેમાંથી વિજેતા ટીમની ફાઈનલ મેચ જુનાગઢ અને સોમનાથ ટીમ વચ્ચે ખરા ખરીનો જંગ જામ્યો હતો. જૂનાગઢની ટીમ દ્વારા 10 ઓવરમાં બે વિકેટે 140 રનનો હિમાલયના પહાડ જેવો ખડકલો કરી દેવામાં આવ્યો હતો જેની સામે સોમનાથ ની ટીમ દ્વારા 10 ઓવરમાં બે વિકેટ એ માત્ર 119 રન બનાવી શકી હતી અને જુનાગઢ ટીમના ધુરંધર ખેલાડી નિલેશ મોરીએ ત્રણેય મેચની સીરીઝમાં 28 છગ્ગાઓનો વરસાદ કર્યો હતો. નિલેશ મોરીને મેન ઓફ ધ મેચ મેન ઓફ ધ સિરીઝ અને બેસ્ટ બેસ્ટ મેનનો પુરસ્કાર મળ્યો હતો જ્યારે બેસ્ટ બોલર પુરસ્કાર સોમનાથની ટીમના શ્યામ ભાઈ શાહ ને મળ્યો હતો.

પોરબંદરમાં સાંદિપની આશ્રમ ના ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાયેલ આ ક્રિકેટ મેચમાં સાંદિપની આશ્રમના ઋષિ કુમારોએ સંસ્કૃતમાં કરી કોમેન્ટ્રી


પોરબંદરમાં ભારત વિકાસ પરિષદ દ્વારા યોજાયેલ ટેનિસ ક્રિકેટ મેચ 2023માં સાંદિપની આશ્રમમાં સંસ્કૃત વિષય પર અભ્યાસ કરતા ગૌરવ જાની ,પાર્થ જોશી, તેરૈયા પાર્થ તથા જોશી કુલદીપ સહિતના ઋષિ કુમારોએ સંસ્કૃતમાં કોમેન્ટ્રી કરી દર્શકોને અભિભૂત કરી દીધા હતા અને પ્રથમ વાર જીવનમાં સંસ્કૃતમાં ક્રિકેટ કોમેન્ટ્રી સાંભળી દર્શકોએ ઋષિ કુમારોના સંસ્કૃત જ્ઞાનને બિરદાવ્યા હતા અને ભારતીય સંસ્કૃતિની મુખ્ય ભાષા એવી સંસ્કૃત ભાષાને જીવંત રાખવાનું શ્રેષ્ઠ ઉદાહરણ પાઠવ્યું હતું ભારત વિકાસ પરિષદ દ્વારા ઋષિકુમારોને સ્મૃતિભેટ આપી બિરદાવમાં આવ્યા હતા આ ઉપરાંત ક્રિકેટ મેચમાં શરૂઆતથી અંત સુધી અમ્પાયર તરીકે દક્ષેશ ભોજાણી તથા હિરેન દાવડા અને સ્કોરર દીપેન પાનખાણીયા તથા પારસ પોસ્તરિયા,રણજીત મોઢવાડીયાએ ઉત્કૃષ્ટ સેવા આપી હતી.
ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત ના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

પોરબંદરમાં યોજાયેલ ભારત વિકાસ પરિષદ કચ્છ પ્રાંતની ટેનિસ ટુર્નામેન્ટ 2023 મા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતના પ્રમુખ વિરલબેન પારેખ ,પ્રાંત ઉપપ્રમુખ ભાવિનભાઈ ભીંડી ,સેવા સંયોજક પશ્ચિમ ઝોન પ્રફુલ ગોસ્વામી, સૌરાષ્ટ્ર કચ્છના સંગઠન મંત્રી કિરીટભાઈ નંદાણીયા અને યુવા પ્રવૃત્તિ સંયોજક જીતેન્દ્રભાઈ ધોળકિયા તથા સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતના કાર્તિકભાઈ પારેખ ઉપસ્થિત રહ્યા હતા સાંદિપની આશ્રમના ડોક્ટર ભરતભાઈ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા તથા ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખાના પ્રમુખ કમલેશભાઈ ખોખરી ઉપપ્રમુખ વીનેષભાઈ ગોસ્વામી સચિવ નિધિબેન શાહ તથા યુવા પ્રવૃત્તિ સંયોજક કેતનભાઈ હિંડોચા સહિત ભારત વિકાસ પરિષદના તમામ કાર્યકર્તાઓ દ્વારા સમગ્ર ક્રિકેટ મેચનું સુચારુ સંચાલન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત તમામ અધિકારીઓ અને ભારત વિકાસ પરિષદ શાખાના હોદે દારોનો ભારત વિકાસ પરિષદ પોરબંદર પ્રમુખ દ્વારા આભાર વ્યકત કરવામાં આવ્યો હતો .
ખેલાડીઓ ને પ્રોત્સાહીત કરવા જિલ્લા કલેકટર બન્યા ક્રિકેટર


પોરબંદરમાં ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ 2023 માં સાંદીપની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેકટર અશોક શર્માએ હાથમાં બેટ લઈ દડાને ફટકાર્યો હતો અને બોલિંગ પણ કરી હતી જ્યારે જાણીતા તબિબ સુરેશ ગાંધી તથા ઉદ્યોગપતિ કરસન સલેટ તથા ભારત વિકાસ પરિષદ શાખાના હોદ્દેદારોએ પણ પીચ પર ક્રિકેટ રમી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા…
