પોરબંદરમાં એક શખ્સે ઉધરસ નો ઈલાજ બાળકીને લોઢાના સળિયાથી ડામ દઈને કરાયો : પોલીસ ફરિયાદ

ગુજરાતમાં ઉધરસ ના ઈલાજ માટે બે મહિનાની બાળકીને ગરમ લોઢાના સળિયાથી એક શખ્સે ડામ દીધો હતો
મા તથા ડામ દેનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાય
પોરબંદર જિલ્લા ના કાટવાણા સિમ વિસ્તારમાં રહેતા એક પરિવાર ની બે મહિનાની બાળકીને ઉધરસ થઈ હતી સામાન્ય રીતે ઉધરસ થતા લોકો દવા લેતા હોય છે પરંતુ આ પરિવારોએ એક શખ્સ પાસે જઈ બાળકીને ગામ દેવડાવ્યો હતો આથી બાળકીની તબિયત વધુ બગડી હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જેમાં બાળકીની માતા તથા ડામદેનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પોરબંદરના બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારના કાટવાણા ગામની માલદે વારી સિમ માં રહેતા એક પરિવાર ની બે માસની દીકરી ને ઉધરસ ના કારણે તારીખ 9 ફેબ્રુઆરીના રોજ તબિયત લથડતા સારવાર વખતે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા જ્યાં ડોક્ટર જય બદિયાણીએ ચેકઅપ કરતા બાળકી ને છાતી ના ભાગે ડામ દીધા હોવાનું જણાતા તેના કારણે બાળકી ની તબિયત વધુ ગંભીર થઈ હતી આ બાબતે પોરબંદર ડીવાયએસપી સુરજીત મહેડુ એ જણાવ્યું હતું કે બાળકીને સામાન્ય કફ અને ઉધરસ થઈ હતી જેથી બાળકી ની માતા એ ઘર પર સ્થાનિક ઈલાજ કર્યો હતો પરંતુ કોઈ ફેર ન પડતા તેને દેવરાજ કટારા નામના શખ્સ પાસે લઈ ગઈ હતી. દેવરાજ કટારા એ બાળકી ને બાળકી ની છાતી અને પેટ પર લોઢા ના સળિયા થી ડામ દીધો હતો.પરંતુ તેના થી રાહત ન મળી અને બાળકી ની તબિયત વધુ લથડતા તેને પોરબંદર સરકારી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી 12 ફેબ્રુઆરી ના રોજ પોરબંદર ના રોજ બાળકી ને તબીબ જય બદિયાણી એ બાળકી ની તપાસ કરતા તેને ડામ દીધા હોવાનું માલુમ પડતા મામલો સામે આવ્યો હતો . ડોક્ટર જય બદિયાણીએ બાળકીને આઈસીયુ ઉપર રાખી હતી.હાલ બાળકીની હાલત સ્વસ્થ છે અને બાળકીના પિતા એ પોલીસ ફરિયાદ કરતા બાળકીને ડામ દેનાર દેવરાજ કટારા અને એની માતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવાય હતી .દેવરાજ કટારાને પોલીસે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે તેમ ડિવાયએસ પી સુરજીત મહેડું એ જણાવ્યુ હતુ. ત્યારે અંધશ્રદ્ધા ના કારણે મહિલાએ ભરેલ એક પગલાં ના કારણે બાળકી જીવન મુશ્કેલી માં મુકાતા આ ઘટના થી લોકો સજાગ રહે અને સામાન્ય બીમાર થાય તો પ્રથમ નજીક હોસ્પિટલમાં તબીબ પાસે સારવાર કરાવવી તેમ તબીબ જય બદીયાણી એ જણાવ્યું હતું
