એની ડેસ્ક એપ્લિકેશન ઇન્સ્ટોલ ન કરવા પોલીસની સલાહ નહીં તો થશે આવું

સાઇબર ફ્રોડના અનેક ગુન્હાઓ અત્યાર સુધીમાં બની ગયા છે ત્યારે સાતિર દિમાગ શખશો અવનવી તરકીબ અજમાવતા હોય છે અને સાઇબર ક્રાઇમ આચરતા હોય છે રાજકોટમાં પણ એની ડેસ્ક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું કહી લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હતી જે રકમ પોલીસે તાત્કાલિક એક્શન લેતા અરજદારને પરત અપાવી છે.
અવારનવાર પોલીસ દ્વારા સૂચના આપવામાં આવતી હોય છે કે સાઈબર ફ્રોડ માટે હંમેશા ધ્યાન રાખવું છતાં રાજકોટના સંજયભાઈ આંબાભાઈ ખજાણી એ અજાણ્યા નંબર માંથી કોલ આવ્યો હતો એસબીઆઇ બેન્ક ના કર્મચારી તરીકે ઓળખ આપી હતી અને જણાવ્યું હતું કે તમારી પાસે એસબીઆઇ બેન્ક નું ક્રેડિટ કાર્ડ બંધ થઈ જવાનું હોય જેથી ચાલુ રાખવા માટે અપડેટ કરાવવું પડશે તેના માટે તેમને વિશ્વાસમાં લઈ એની ડેસ્ક નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી અરજદારના એસબીઆઇ બેન્કના ક્રેડિટ કાર્ડ માંથી રૂપિયા 1,3,764 ની છેતરપિંડી કરી હતી સંજયભાઈ ને પોતે છેતરપિંડીનો ભોગ બનેલા હોવાનું માલુમ પડતાં તેઓએ પોલીસનો તાત્કાલિક સંપર્ક કર્યો હતો અને રાજકોટ પોલીસ ના સાઇબર ક્રાઇમ વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી 99,764 રૂપિયા કાર્ડમાં રિફંડ કરાવી આપ્યા હતા. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જનતાને અપીલ કરાઈ હતી કે ઓનલાઇન ફ્રોડ જણાય તો તાત્કાલિક હેલ્પલાઇન નંબર 1930 નો સંપર્ક કરવો અને એની એપ્લિકેશન ઇન્સ્ટોલ ન કરવી.
