પોરબંદર ખાતે “ઓપન પોરબંદર જીલ્લા નાઈટ વોલીબોલ ટુર્નામેન્ટ ૨૦૨૨-૨૩“ સ્વ. વાણોટ જીવાભાઈ (જશુભાઈ) ગગનભાઈ શિયાળ રીવોલ્વીંગ કપ”યોજાયો

પોરબંદર ખાતે “ઓપન પોરબંદર જીલ્લા નાઈટ વોલીબોલ ટુર્નામેન્ટ ૨૦૨૨-૨૩“ સ્વ. વાણોટ જીવાભાઈ (જશુભાઈ) ગગનભાઈ શિયાળ રીવોલ્વીંગ કપ”યોજાયો


શ્રી પોરબંદર સમસ્ત ખારવા સમાજ દ્વારા તા. ૦૯-૦૨-૨૦૨૩ થી ૧૨-૦૨-૨૦૨૩ ચાર દિવસ સુધી ભાવસિંહજી વ્યાયામ શાળા ચોપાટી ગ્રાઉન્ડ પોરબંદર ખાતે “ઓપન પોરબંદર જીલ્લા નાઈટ વોલીબોલ ટુર્નામેન્ટ ૨૦૨૨-૨૩“ સ્વ. વાણોટ જીવાભાઈ (જશુભાઈ) ગગનભાઈ શિયાળ રીવોલ્વીંગ કપ” રમાડવામા આવેલ. આ ટુર્નામેન્ટ મા પોરબંદર જીલ્લા ની ૧૨ ટીમો એ ભાગ લીધેલ હતો. તમામ ટીમો વચ્ચે કુલ ૩૭ મેચો રમાડવામા આવેલ. વોલીબોલ રમતા યુવાનો દ્વારા ખુબ જ ઉત્તમ દેખાવ કરવામા આવેલ હતો. ફાઈનલ મા વિરાજ જયેશભાઈ મચ્છ ની આગેવાની મા મીડલ સ્પાયકર-A અને બસીર અનવરભાઈ ગજ ની આગેવાની મા લાઈન બોયસ ની ટીમ વચ્ચે ખુબ જ રસાકસી ભર્યો મેચ થયેલ હતો જેમા [ વિજેતા ટીમ – મીડલ સ્પાયકર-A ] અને [ ફસ્ટ રનરસપ ટીમ – લાઈન બોયસ ] બનેલ હતી. વિજેતા ટીમ ને રોકડ રૂ. ૨૫,૦૦૦/- નુ પુરસ્કાર, ટ્રોફી, મેડલ અને સર્ટીફીકેટ, અને ફસ્ટ રનરઅપ ટીમ ને રૂ. ૧૫,૦૦૦/- નુ રોકડ પુરસ્કાર, ટ્રોફી, મેડલ અને સર્ટીફીકેટ, આપવામા આવેલ હતા. તેમના મુખ્ય સ્પોનશર જે. જે. ટ્રાન્સપોર્ટ ના પવનભાઈ શિયાળ, શ્રી રાજુભાઈ લોઢારી,ચેતનભાઈ પોસ્તરીયા તથા નિષ્ઠા એન્ટરપ્રાઈસ ના પવનભાઈ શિયાળ અને નિલેષભાઈ પાંજરી હતા. રેફરી તરીકે ની સચોટ કામગીરી નેવી સ્કુલ ના ડો. રજ્નીકાંત ખરાડી અને પરિમલ મારૂ દ્વારા નિભાવવામા આવેલ હતી.
આ તમામ ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે પોરબંદર ખારવા સમાજ ના વાણોટ પવનભાઈ શિયાળ, અધ્યક્ષ રણછોડભાઈ શિયાળ, તેમજ પંચપટેલ/ટ્રસ્ટીશ્રીઓ, અને આમંત્રીત મહેમાનો મા ખાસ પોરબંદર ના SP માન. ડો. રવિમોહન સૈની સાહેબે ટોસ ઉછાળી ફાઈનલ મેચ ની શુભ શરૂઆત કરેલ હતી. SP સાહેબ અને પવનભાઈ બંન્ને એ પોતાની ટીમ મા મેચ રમી યુવા ખેલાડીઓને પ્રેરણા આપેલ હતી. અને આ બંન્ને યુવા મહાનુભાવે પોતાની સ્પિચ મા જણાવ્યુ કે યુવાનો ને મોબાઈલ થી મેદાન સુધી અને ગેજેટ થી ગ્રાઉન્ડ સુધી લઈ આવવા ખુબ જ જરૂરી છે અને આ કાર્ય માટે અમે હમેંશા તત્પર રહીશુ. પોરબંદર ના CT DYSP માન. નિલમબેન ગૌસ્વામી એ ખાસ હાજરી આપી ટુર્નામેન્ટ ના પ્રથમ દિવસે ટોસ ઉછાળી આ ટુર્નામેન્ટ ની શુભ શરૂઆત કરેલ હતી.
અન્ય ઉપસ્થિત મહેમાનો મા પોરબંદર ખારવા સમાજ ના માજી વાણોટ દિલીપભાઈ લોઢારી, સુનિલભાઈ ગોહેલ, ફીશ એક્સપોર્ટસ એસો. ના પ્રમુખ કરશનભાઈ સલેટ તેમજ કમીટી મેમ્બરશ્રીઓ, માછીમાર બોટ એસો. ના પ્રમુખશ્રી મુકેશભાઈ પાંજરી તેમજ કમીટી મેમ્બરઓ, માછીમાર પિલાણા એસો. ના પ્રમુખશ્રી કાન્તીભાઈ લોઢારી તેમજ કમીટી મેમ્બરશ્રીઓ, નવીબંદર ખારવા સમાજના પ્રમુખશ્રી નરેન્દ્રભાઈ કાણકીયા તેમજ આગેવાનશ્રીઓ, ફીશ સપ્લાર્યસ એસો. ના પ્રમુખશ્રી હર્ષિતભાઈ શિયાળ તેમજ કમીટી મેમ્બરઓ, નગરપાલીકા કાઉન્સીલર શ્રી મનિષભાઈ શિયાળ, ભાવસિંહજી વ્યાયામ શાળા (અખાડા) ના સંચાલક પ્રેમજીભાઈ બોસ, રત્નાંકર સ્કુલ શિક્ષણ સમિતી ના પ્રમુખશ્રી કાનજીભાઈ મુકાદમ, યાજ્ઞવલ્ક્ય સ્કુલ ના ટ્રસ્ટીશ્રી દિનેશભાઈ લોઢારી, પોરબંદરના પ્રખ્યાત શિક્ષક બલરાજભાઈ પાડલીયા, વિજય ફીશ ના નિલેષભાઈ ખોખરી તથા અન્ય મહેમાનો એ હાજરી આપી અને ખેલાડીઓ નો ઉત્સાહ વધારેલ હતો. ભવિષ્ય મા ખારવા સમાજના યુવાનો અને પોરબંદર જીલ્લા ના યુવાનો ને રમત-ગમત ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહીત કરવામા આવેલ હતા.
પોરબંદર સમસ્ત ખારવા સમાજ દ્વારા આ ટ્રુર્નામેન્ટ નુ ભવ્ય આયોજન કરવામા આવેલ હતુ. જેમા ભાવસિંહજી વ્યાયામ શાળા (અખાડા) ના સંચાલક પ્રેમજીભાઈ બોસ દ્વારા પુરો સાથ-સહકાર આપવામા આવેલ હતો.
ભવિષ્ય ના સ્વસ્થ સમાજ ના સપના ને સાકાર કરવા તેમજ આજની યુવા પેઢી આરોગ્ય અને રમત-ગમત ક્ષેત્રમા રૂચી કેળવતી થાય, સ્પોર્ટસ & હેલ્થ મા વધારે રસ લેતા થાય, અને દુર્વ્યશનો અને એડીકશન થી દુર રહે, દરેક રમતો ની અંદર પોતાનુ કૌશલ્ય બતાવી શકે તેવા શુભ આશયથી આ ટ્રુર્નામેન્ટ રમાડવામા આવેલ હતી. પોરબંદર ખારવા સમાજ ના વાણોટશ્રી તથા પંચપટેલ/ટ્રસ્ટીશ્રીઓ ના સુંદર માર્ગદર્શન હેઠળ એન્કર તરીકે દિનેશભાઈ ખોખરી તથા ખારવા સમાજ ની યુવા સ્પોર્ટસ ટીમે કાર્યભાર સંભાળી સફળતા પૂર્વક આ ટુર્નામેન્ટ સંપન્ન કરેલ હતી.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!