સમાજકાર્યના વિદ્યાર્થીઓએ જિલ્લા માહિતી કચેરી પોરબંદરની મુલાકાત લીધી
પોરબંદર તા,૧૭. જિલ્લા માહિતી કચેરી પોરબંદર ખાતે શ્રી વી.જે.મોઢા કોલેજના બીએસડબલ્યુના વિદ્યાર્થીઓએ કચેરી મુલાકાત કરી માહિતી ખાતાની કામગીરી વિશે જાણકારી મેળવી હતી.
સમાજકાર્ય વિભાગના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં કાર્યક્ષેત્રના ભાગરૂપે સરકારી તથા બિનસરકારી સંસ્થાની એક દિવસીય મુલાકાત દ્વારા સંસ્થા કે કચેરીની માહિતી મેળવવાની હોય છે. વિદ્યાર્થીઓ પ્રેક્ટીકલ વર્ક સમજી શકે તથા ભવિષ્યમાં તેઓ અલગ અલગ કચેરીની કામગીરીથી વાકેફ થાય, તેઓના જ્ઞાનમાં વધારો થાય તે માટે સંસ્થા કે કચેરીઓની મુલાકાત લેતા હોય છે ત્યારે આજ રોજ જિલ્લા માહિતી કચેરીની મુલાકાત લઈ કચેરીની કામગીરી વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી. આ તકે જિલ્લા માહિતી કચેરી દ્વારા વિદ્યાર્થીઓને સંપાદન વિભાગની કામગીરીથી વાકેફ કરવાની સાથે માહિતી નિયામકની કચેરી દ્વારા પ્રકાશિત ગુજરાત પાક્ષિક પણ વિતરણ કરાયા હતા.
Please follow and like us:
CATEGORIES Porbandar