RTE યોજનાનો યોગ્ય અમલ કરાવવા પોરબંદર NSUI ની પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત,
ધનિક પરિવારના બાળકોને લાભ અને જે હક્કદાર છે તેવા સામાન્ય પરિવારના બાળકો આ યોજનાથી વંચિત રહી જાય છે તેવી NSUI ની ફરિયાદ
કેન્દ્રમાં ભુતપૂર્વ UPA સરકારે સામાન્ય અને મધ્યમ વર્ગના ગરીબ બાળકો ૨૫% ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે તે માટે RTE યોજના લાવવામાં આવી હતી, આ યોજનામાં ગરીબ અને મધ્યમવર્ગના પરિવારમાંથી આવતા બાળકોને મફતમાં શિક્ષણ મેળવવાના મૂલભૂત અધિકારો મળે છે. રાજ્યની અને જિલ્લામાં ખાનગી શાળામાં ૨૫% અનામત સીટો આ યોજનાના લાભાર્થીઓને મળે છે. ગરીબ,સામાન્ય અને મધ્યમવર્ગના પરિવારના માતા-પિતાઓ સપનાઓ હોય છે કે તેમનો બાળકો સારી અંગ્રેજી માધ્યમ/ગુજરાતી માધ્યમની શાળામાં અભ્યાસ કરી પોતાનુ ભવિષ્ય ઉજજવળ બનાવે, પરંતુ એમની પાસે એટલા પૈસા હોતા નથી કે એટલી મોંઘીઘાટ ફી તે ભરી શકે તેથી તેમને સરકારી સ્કુલમાં ભણવાની ફરજ પડતી હોય છે..
RTE યોજનામાં ગરીબ પરિવારના બાળકોને મફત શિક્ષણ મૂળભુત અધિકાર ધોરણ-૧ થી ૮ સુધી મળતો હોય છે. આ યોજના આગામી ૧૪ માર્ચથી ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રકિયા હાથ ધરાશે, આ યોજનાનો લાભ વધુમાં વધુ ગરીબ અને સામાન્ય,મધ્યમ વર્ગના પરિવારના બાળકોને મળી રહે તે માટે યોગ્ય અમલવારી કરવા આજે પોરબંદર NSUI દ્વારા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદન સાથે ગુલાબનું ફુલ આપી રજૂઆત કરવામાં આવી હતી. જેમ આ ગુલાબના ફુલની સુગંધ સર્વે જગ્યા પર ફેલાય રહી હોય છે તેમ આપ સાહેબ આ RTE યોજનાની માહિતી નાનાથી નાના પરિવાર સુધી પહોંચે અને તેમના બાળકોને વધુમા આ યોજનાનો લાભ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆત પોરબંદર જિલ્લા NSUI દ્વારા કરવામાં આવી હતી.
ઘણી એવી પણ ફરિયાદો આવી છે કે આ યોજનાના હક્કદાર ગરીબ અને સામાન્ય પરિવારના બાળકો હોય છે પરંતુ આ યોજનામાં ઘણા ધનિક પરિવારના બાળકોને પણ પ્રવેશ આપવામાં આવે છે તેથી જે ખરેખર જરૂરિયાત પરિવાર છે તે આ યોજનાથી વંચિત રહી જાય છે તેથી યોગ્ય રીતે અમલવારી કરવામાં આવે તેમ જ કોઇ પણ વ્હાલા દવલાની નીતિ ના કરવામાં આવે તેવી તકેદારી રાખવામાં આવે તેવી રજૂઆતમાં ગુજરાત પ્રદેશ NSUI મહામંત્રી કિશન રાઠોડ દ્વારા શિક્ષણ અધિકારીને કરવામાં આવી હતી તેમના નીતિ નિયમો તેમજ ખાસ કરી બાળકોને સીટો ખાલી ના રહે અને ફાળવેલી તમામ સીટોમાં પ્રવેશ આપવામાં આવે તેવી NSUI એ માંગ કરી હતી.
ગુજરાત પ્રદેશ NSUI મહામંત્રી કિશન રાઠોડ,શહેર પ્રમુખ જયદિપ સોલંકી,ઉમેશરાજ બારૈયા,રાજ પોપટ,પાર્થ ઉનડકઠ,યશ ઓઝા,નિખિલ દવે,હર્ષ રાબડિયા,આકાશ કારિયા,દિવ્યેશ કોટેચા સહિત હાજર રહ્યા હતા