ABVP પોરબંદર અને એક્ટ્રીમ ફિટનેસ ગ્રુપ દ્વારા ૮૦૦ થી વધારે બહેનોને સેલ્ફ ડિફેન્સ તાલીમ અપાઈ

ABVP નું શક્તિ પ્રદર્શન ” 500 થી વધારે બહેનોનું મેગા ડેમોટ્રેશન 75 વર્ષ થી છાત્રહિત અને રાષ્ટ્રહિત માટે કાર્યરત વિશ્વના સૌથી મોટા વિધાર્થી સંગઠન “અખિલ ભારતીય વિધાર્થી પરિષદ'' દ્વારા રાણી દુર્ગાવતીજી ની 500 મી જન્મજયંતિ નિમિત્તે આજનાં બહેનોમાં પણ એવો જ અદમ્ય સાહસ ભરવા અને સ્વરક્ષણ માટે પ્રેરવા માટે ચોપાટી ખાતે મિશન સાહસીનું મેગા ડેમોટ્રેશન કરવામાં આવ્યુ.
ABVP પોરબંદર અને એક્ટ્રીમ ફિટનેસ ગ્રુપ દ્વારા વિવિધ કેમ્પસમાં ૮૦૦ થી વધારે બહેનોને સેલ્ફ ડિફેન્સ તાલીમ આપવામાં આવી. ત્યાર બાદ આજ રોજ ચોપાટી ગ્રાઉન્ડમાં 500 વધારે બહેનો દ્વાર મેગા ડેમોટ્રેશન કરવામાં આવ્યું. તેની સાથે એક્ટ્રીમ ફિટનેસ ગ્રુપ દ્વારા પણ ડેમો આપવામાં આવ્યો હતો. જેમાં અખિલ ભારતીય વિધાર્થી પરિષદના પ્રદેશમંત્રી યુતિ ગજરે, પોરબંદર છાયા પાલિકા પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, પોરબંદર ફિટનેસ આઇકોન કેતનભાઈ કોટીયા, જૂનાગઢ વિભાગ સંયોજક લખનભાઇ જાડેજા વિશેષ હાજર રહ્યા હતા. સાથે પોરબંદર નગરજનો શાળા સંચાલકો, શિક્ષકો અને મોટી સંખ્યામાં બહેનો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
નોંધનીય છે કે છેલ્લા થોડા સમયથી પોરબંદર માં ABVP ખૂબજ એક્ટિવ થઇ કામ કરી રહ્યું છે. હાલમાં જ શિક્ષક ભરતી જ્ઞાન સહાયક બાબતે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ વિરોધ, GMERS મેડિકલ કોલેજ ફી વધારા બાબત આંદોલન જેવા વિષયોને લઇ ચર્ચામાં હતું. સાથે પોરબંદરનાં કેમ્પસમાં પણ ખૂબ એક્ટિવ નજર આવી રહ્યું છે, અને હવે પોરબંદર સ્કૂલ કોલેજો સેલ્ફ ડિફેન્સની 800થી વધારે બહનોને તાલીમ થી આજે 500 થી વધારે બેનો નું મેગા ડેમોટ્રેશન દ્વાર ABVP એ શક્તિ પ્રદર્શન કર્યું છે.
