
દેશનું સૌપ્રથમ ટોય ફેર આગામી 27મી માર્ચથી 2જી માર્ચ દરમિયાન યોજાશે.

દેશનું સૌપ્રથમ ટોય ફેર આગામી 27મી માર્ચથી બીજી માર્ચ દરમિયાન યોજાનાર છે. જેમાંઆઇ.આઇ.ટી. ગાંધીનગરના સેન્ટર ફોર ક્રિએટીવ લર્નીંગ દ્વારા અલગ-અલગ પ્રકારના 75 જેટલાશૈક્ષણિક રમકડા રજુ કરવામાં આવશે.આઇ.આઇ.ટી. ગાંધીનગર એ દેશનું એકમાત્ર આઇ.આઇ.ટી. છે, જેમાં આ પ્રકારનું કેન્દ્ર ચાલે છે.આકાશવાણી સાથે વાત કરતાં, આ કેન્દ્રના પ્રમુખ મનીષ જૈને જણાવ્યું હતું કે શિક્ષણનો મુખ્ય હેતુવિદ્યાર્થીઓનો બૌદ્ધિક વિકાસ કરવાનો હોય છે. જે માટે અભ્યાસક્રમ રસપ્રદે બનાવવો બહુ જ જરૂરી છે.
કેન્દ્ર સરકાર દ્વારા 27મી ફેબ્રુઆરીથી આગામી બીજી માર્ચ સુધી સૌપ્રથમ “ઇન્ડિયા ટોય ફેર” યોજાશે.

સ્વદેશીરમકડાના ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા 27મી ફેબ્રુઆરીથીબીજી માર્ચ દરમિયાન સૌપ્રથમ ઇન્ડિયા ટોય ફેર યોજાનાર છે. કેન્દ્રિય કાપડ મંત્રાલય, શિક્ષણ મંત્રાલય અને ઉદ્યોગ મંત્રાલયનાસંયુક્ત ઉપક્રમે વર્ચ્યુઅલ માધ્યમથી આ ફેર યોજાશે. જેમાં ગુજરાતનાં 50થી વધુ રમકડાઉત્પાદન તેમજ વિક્રેતા પોતાના રમકડાનું પ્રદર્શન કરશે. આ ઉપરાંત આઇ.આઇ.ટી.ગાંધીનગરના સેન્ટર ફોર ક્રિએટીવ લર્નિંગ, તેમજ ગુજરાત કાઉન્સીલ ઓફ એજ્યુકેશન, રિસર્ચ અને ટેકનોલોજી –જી.સી.ઇ.આર.ટી.ના પણ 10 સ્ટોલ્સ આ ટોયફેરમાં જોવા મળશે, જેમાં 143 જેટલા અલગ અલગ પ્રકારના રમકડા નિહાળી શકાશે.
