કલરવ સાહિત્ય વિકાસ ટ્રસ્ટ દ્વારા લઘુકથા શિબિર અભ્યાસ વર્ગનું આયોજન કરાયું


કલરવ સાહિત્ય વિકાસ ટ્રસ્ટ પોરબંદર શહેરમાં ગુજરાતી સાહિત્યના વિકાસ અર્થે
વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરે છે
તારીખ 30. 4.2023ના રોજ શ્રી વી.જે. મોઢા કોલેજ ઓફ ઇન્ફોટેકમાં પોરબંદર શહેરના ધોરણ 11થી કોલેજના તથા ખુલ્લા વિભાગ માટે એક લઘુકથા લેખનસ્પર્ધાનું આયોજન આગામી તારીખ 25. 05. 2023ના રોજ કરવાનું હોવાથી તે સંદર્ભે આજે એક લઘુકથા શિબિર અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવેલ, જેમાં પ્રસિદ્ધ લઘુકથા લેખક તથા વાર્તાકાર દુર્ગેશભાઈ ઓઝા તથા એડિ. કલેક્ટર,સાહિત્યકાર લઘુકથા લેખિકા રેખાબા સરવૈયાએ ઉપસ્થિત સૌ સ્પર્ધકોને લઘુકથા કેમ લખવી એ જણાવી લઘુકથાના પાયાનાં મહત્વનાં પાસાંઓ વિશે માર્ગદર્શન આપેલ તેમ જ હ્રદયસ્પર્શી લઘુકથાઓનું પઠન તથા આસ્વાદ કરાવી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

આ પ્રસંગે સુપ્રસિદ્ધ સાહિત્યકાર તથા લેખક નરોત્તમભાઈ પલાણ તથા ડૉ. સુરેખાબેન શાહે ઉપસ્થિત રહી સૌને માર્ગદર્શન આપેલ.
શ્રી વી.જે.મોઢા કોલેજ ઓફ ઈન્ફોટેકના પ્રિન્સિપાલ સવજાણી,સ્ટાફ તથા કલરવ સાહિત્યનાં કવિઓ ઉપસ્થિત રહેલ.
શિબિરનું પ્રાસંગિક ઉદબોધન કલરવ સાહિત્યના પ્રમુખ બલરાજ પાડલીયાએ કરેલ તથા શિબિરનું સંચાલન કવિ જય પંડ્યાએ કર્યું હતું.
