ક્લાર્ક ની પરીક્ષામાં જામનગર ની એસ બી શર્મા પબ્લિક સ્કૂલના તઘલખી નિર્ણય થી પરિક્ષાર્થીઓ નું ટાઈમ મેનેજમેન્ટ ખોરવાયું
ઉપરથી સુચના છે તેમ કહી એનાલોગ ઘડિયાળો કઢાવી
વર્ગખંડ માં એક પણ ઘડિયાળ ન હતી
પેપર લાબું હોવાથી મોટા ભાગના પ્રશ્નો રહી ગયા
ગઈકાલે ગુજરાત રાજ્યમાં જુનિયર ક્લાર્ક વર્ગ ૩ ની પરીક્ષા લેવાય હતી અને તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ જામનગરની એસપી શર્મા પબ્લિક સ્કૂલમાં પરીક્ષાર્થી ઓ ના હાથ માં રહેલ એનાલોગ ઘડિયાળ કઢાવવવા માં આવી હતી અને કલાસ રૂમ માં પણ ઘડિયાળ ન હોવાથી પરીક્ષાર્થીઓ નું પેપર લખવાનું ટાઈમ મેનેજમેન્ટ ખોરવાયું હતું અને મોટા ભાગના પરિક્ષાર્થીઓ રોષે ભરાયા હતા જ્યારે સ્કૂલ મેનેજમેન્ટ ને આ બાબતે જણાવતા તેઓ એ ઉપરથી કડક સૂચના આપવામાં આવી છે તેમ કહી હાથ ઉચા કરી લીધા હતા સ્પર્ધાત્મક પરીક્ષામાં સમય નું મહત્વ હોય છે અને જો ઘડિયાળ જ તેમની પાસે ન હોય તો કેવી રીતે મેનેજમેન્ટ કરી શકે ? ડિજિટીલ ઘડિયાળ હોય તો તે ઉતારવી યોગ્ય છે પંરતુ સામાન્ય એનાલોગ ઘડિયાળ પણ પરીક્ષાર્થી ઓ પાસે થી ઉતારાવતા આ વા તઘલખી નિર્ણયો થી વિદ્યાર્થીઓ ના ભાવિષ્ય અંધકાર માં ધકેલાય છે.ઉલ્લેખનીય છે કે ક્લાર્ક નું આ પેપર લાંબુ હતું અને મોટા ભાગના પરીક્ષાર્થી ઓ ને પ્રશ્નો ટિક કરતા રહી ગયા હતા આ ઉપરાંત ઘણા પરીક્ષાર્થી ઓ એ ઓ એમ આર સિટ ના કુંડાળા મોટા હોવાથી ટિક કરવામાં સમય બરબાદ થતો હોવાનું જણાવ્યું હતું અને કુંડાળા નાની સાઇઝ રાખવા વિનંતી કરી હતી.
