પોરબંદર ડીસ્ટ્રીકટ બાર એસોસીએશન દ્રારા ૨૬ મી જાન્યુઆરીની અનોખી રીતે ઉજવણી.

હાલ સમગ્ર દેશમાં ” આઝાદી કા અમૃત મહોત્સવ ” ઉજવાઈ રહેલ છે. અને આ ૨૬ મી જાન્યુઆરીએ ૭૫મો ગણતંત્ર દિવસ હોય તેથી તેને યાદગાર બનાવવા પોરબંદર ડીસ્ટ્રીકટ બાર એસોસીએશન દ્રારા અનોખી રીતે ઉજવણી કરેલ હતી. અને તેની સમગ્ર પોરબંદરમાં પ્રસંશા થઈ રહેલ છે.
પોરબંદર ડીસ્ટ્રીકટ કોર્ટ બિલ્ડીંગમાં પોરબંદરના પનોતા પુત્ર અને આઝાદી અપાવવામાં જેનુ મુખ્ય યોગદાન રહયુ છે તેવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી નુ સ્ટેચ્યુ પોરબંદર ડીસ્ટ્રીકટ કોર્ટ કંપાઉન્ડમાં બનાવવામાં આવેલુ હોય અને તેનુ અનાવરણ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ચીફ જસટીસ સુનીતાબેન અગ્રવાલ દ્રારા વરચુઅલી ઈનોગ્રેશન કરવાના હોય અને તે રીતે મોટા એલ.ઈ.ડી. સ્ક્રીન ઉપર આ આખો કાર્યક્રમ નિહારવાનો હોય ત્યારે પોરબંદર ડીસ્ટ્રીકટ બાર એસોસીએશન ના પ્રમુખ નિલેશ જોશી દ્રારા આ કાર્યક્રમને યાદગાર બનાવવા પોરબંદરના સીનીયર એડવોકેટઓ જેમાં ચંદુભાઈ પુરોહીત, ગ્રીષ્માબેન જોશી, શરદભાઈ જોશી, હરદાસભાઈ ઓડેદરા તથા એડવોકેટ જે. પી. ગોહેલ, એસ. કે. અમલાણી ના સન્માન સમારંભ નું પણ સાથે સાથે આયોજન કરેલુ હતું. અને આ કાર્યક્રમમાં નામદાર ગુજરાત હાઈકોર્ટના નિવૃત જસટીસ માયાણી તથા પોરબંદર ના ડીસ્ટ્રીકટ જજ પંચાલ તેમજ એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ શર્મા દ્રારા આ સીનીયર એડવોકેટઓનું સન્માન કરવામાં આવેલુ હતું. એટલુ જ નહીં મ્યુઝીકલ પાર્ટીના સથવારે દેશભકિત ના ગીતો નું સુંદર કાર્યક્રમ રાખેલુ હતું. અને આ સન્માન ની સાથે સાથે પોરબંદરની પ્રથમ મહીલા નોટરી એડવોકેટ શાંતીબેન ઓડેદરા તથા આ કાર્યક્રમનો આર્થિક સહયોગ જેઓએ આપ્યો તેવા એમ. જી. શીંગરખીયા નું પણ અનોખી રીતે એડવોકેટ ભરતભાઈ લાખાણી દ્રારા તેની આગવી શૈલીમાં સન્માનીત કરેલા હતાં. અને ત્યારબાદ સૌ સાથે ભોજન લઈ કાર્યક્રમની પુર્ણાહુતી કરેલી હતી. અને આ સમગ્ર કાર્યક્રમમાં પોરબંદર ડીસ્ટ્રીકટ બાર એસોસીએશન ના ૨૦૦ સભ્યો હાજર રહી આઝાદીના દિવસની અનોખી રીતે ઉજવણી કરેલી હતી.
આ આયોજનને સફળ બનાવવા માટે પોરબંદર ડીસ્ટ્રીકટ બાર એસોસીએશન ના પ્રમુખ એન. જી. જોશી તથા ઉપપ્રમુખ રાજુભાઈ સરવાણી તથા સેક્રેટરી ચંદુભાઈ મારૂ તથા ટ્રેઝ૨૨ રાકેશ પ્રજાપતિ ની સાથે સીનીયર એડવોકેટ દિપકભાઈ લાખાણી તથા એમ. જી. શીંગરખીયા તથા ભરતભાઈ લાખાણી એ ખૂબ જહેમત ઉઠાવેલી હતી. અને સન્માન સમારંભ ના કાર્યક્રમનું સંચાલન એડવોકેટ ભરતભાઈ લાખાણી એ શેરો શાયરીથી નોખા અંદાજમાં સંચાલન કરેલુ હતું.
