Watch “પોરબંદર થી રાજકોટ રોડ પર ચાર ટોલનાકા માંથી બે રદ કરવાની માંગ” on YouTube
પોરબંદર શહેરના મ્યુનિસિપલ કાઉન્સીલરે દેશના રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરી ને પત્ર લખીને પોરબંદરથી રાજકોટ સુધીના 180 કીમીમાં આવેલા 4 ટોલનાકામાંથી 2 ટોલનાકા દૂર કરવા રજૂઆત કરી છે.
પોરબંદર થી રાજકોટ જતા ચાલકોએ 330 રૂપિયા ટેક્સ ચૂકવવો પડે છે
પોરબંદર શહેરના મ્યુનિસિપલ કાઉન્સીલર ફારૂકભાઇ સુર્યાએ દેશના ટ્રાન્સપોર્ટેશન મંત્રી નીતીન ગડકરીને પત્ર લખીને જણાવ્યું છેકે દેશની પ્રજાને વાહન વ્યવહાર માટે આંતરરાષ્ટ્રીય કક્ષાના રસ્તાઓ અને ટ્રાન્સપોટેશન ક્ષેત્રે દેશ પ્રગતિ સાથે વિકાસ કરી રહયો છે. ત્યારે પોરબંદર થી રાજકોટ જવા રવાના થતાની સાથે થી ટોલ નાકા શરૂ થાય છે જે 180 કી.મી. જેટલી મુસાફરીમાં 4 ટોલ નાકા આવે છે. નિયમ મુજબ પોરબંદરથી 80 કી.મી. પછી પહેલો ટોલટેક્ષ હોવો જોઈએ અને બે ટોલનાકા વચ્ચેનું અંતર 80 કી.મી. કરતા વધારે હોવું ન જોઈએ તેના બદલે પોરબંદર રાહે૨ની હદ મુકતા ની સાથે જ માત્ર 10 કિ.મી. ના અંતરે જ વનાણા ટોલનાકું આવી જાય છે અને ત્યારબાદ ૩-૩ ટોલનાકા ખાતે વાહનચાલકોએ ટેકસ ચુકવવો પડે છે. પોરબંદર થી રાજકોટ પહોંચતા સુધીમાં જ ચાલકોએ 330 રૂપિયા જેટલી જંગી ટેકસ ચુકવવો પડે છે.
ગાંધીજી અને સુદામાની નગરી સાથે જ થઈ રહયો છે આ અન્યાય
સમગ્ર ગુજરાત રાજ્યમાં અને કદાચ સમગ્ર દેશમાં કોઈ એવો શહેર નહી હોય કે જયાંથી નીકળતા 180 કી. મી. ની અંતરે ચાર – ચાર ટોલ નાકા આવતા હોય માત્ર ગાંધીજી અને સુદામાની નગરી સાથે જ આ અન્યાય થઈ રહયો છે ત્યારે 4 ટોલ નાકામાંથી તાત્કાલીક અસર થી 2 ટોલ નાકા દુર કરવા જોઈએ.
પોરબંદરની ત્રણેય દિશા માં છે ટોલ ટેક્સ સ્થાનિક લોકો માટે ખુબ જ પીડાદાયક
પોરબંદરથી બહાર નીકળતી ત્રણે દીશાઓમાં તરત જ ટોલ નાકા આવી ગયા હોય શહેરની બહાર નીકળતા તરત જ ટેકસ આપવા મજબુર થવુ પડે છે, પોરબંદર શહેરની બહાર થવા માટેની ત્રણેય દિશામાં વનાણા તરફ. પોરબંદરથી કુછડી તરફ અને પોરબંદર થી માધવપુર તરફ શહેરની બહાર નીકળતા જ શહેરના ગેટ જેમ ટોલ નાકા આવેલા છે જે પોરબંદરના સ્થાનિક લોકો માટે ખુબ જ પીડાદાયક છે અને આર્થીક રીતે પોરબંદરની કમ્મર તોડી નાખી છે.તેમ નગરપાલિકા ના કાઉન્સિલર ફારૂક સુર્યા એ જણાવ્યું છે .