પોરબંદરમાં ચકચારી ખુન કેસમાં આરોપીઓને નિર્દોષ છોડતી કોર્ટ
પોરબંદરમાં કડિયાપ્લોટ વિસ્તારમાં નજીવી બાબતે બોલાચાલી થતા તારીખઃ ૨૦-૦૬-૨૦૨૧ ના રોજ રાત્રીના સમયે રાજુભાઈ બાપોદરા ઉર્ફે રાજુ ભાવનગ૨ીની હત્યા થયેલી હતી અને તેમાં પોલીસ દ્વારા મનિષ રામ પરમાર, પ્રતાપ સામત પરમાર, લખુ સામત પરમાર તથા ભરત મેરખી સામે ખુનનો ગુન્હો નોંધી તેઓને જેલ હવાલે કરેલા હતા અને તે અન્વયે ગુજ. ના પુત્ર પ્રસાંત રાજુભાઇ દ્વારા કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ધોરણસરની ફરીયાદ લખાવેલી હતી. અને તે સંબંધે આરોપી લખુ સામત પરમારને પણ ગંભીર ઇજા ઓ થયેલી હોય, અને તેથી તેઓએ પણ ફરીયાદી પ્રસાંત બાપોદરા તથા અન્યો સામે ફરીયાદ કરેલી હતી અને તે રીતે પોરબંદરની ડિસ્ટ્રીકટ કોર્ટમાં સામસામે ક્રોસ કેસ ચાલેલો હતો. અને ખુનના આરોપી લખુ સામત વિગેરે વતી પોરબંદર ના જાણીતા વકિલ ભરતભાઇ લાખાણી રોકાયેલા હતા અને તેઓએ સ્વ બચાવમાં એટલે કે પોતાના ઉપર પ્રથમ હુમલો થયેલો હોય અને તેથી જીવ બચાવવાના ઇરાદે એટલે કે કોઇ મારી નાંખવાના ઇરાદે નહી તે બાબતની તકરાર ઉભી કરેલી હતી અને આ સંબંધેનો કેસ પોરબંદરની ડિસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતા અને સામ સામે પક્ષે ક્રોસ ફરીયાદ હોવાને કારણે બન્ને સામેનો કેસ એક સાથે ચાલતો હોય અને તેથી અરસ પરસ એકબીજા કોઇ પક્ષ દ્વારા સામસામે પુરાવો રજુ કરેલો ન હોય અને પોલીસ દ્વારા લખેલી વિગત કોર્ટમાં જણાવેલી ન હોય અને તેથી કોર્ટ દ્વારા અરસ પરસ બન્ને કેસમાં મુખ્ય સાક્ષીઓ ને હોસ્ટાઇલ જાહેર કરેલા હોય અને તે રીતે પોલીસ દ્વારા રજુ કરેલા ચાર્જશીટ મુજબ કોર્ટના રેકર્ડમાં પુરાવો ન આવતા અને તેથી જ રેકર્ડ ઉ૫૨ની તમામ જુબાનીઓ ધ્યાને લઇ ડિસ્ટ્રીકટ કોર્ટ દ્વારા ખુન કેસના ચારેય આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ કામના આરોપી વતી દિપકભાઇ લાખાણી, ભરતભાઇ લાખાણી, હેમાંગભાઇ લાખાણી, અનિલ સુરાણી, જયેશ બારોટ, જીતેન્દ્ર પાલા, નવધણભાઇ જાડેજા, કિશન ગોહેલ રોકાયેલા હતા.