Watch “સમુદ્ર સુરક્ષા અંગે પોરબંદરમાં પ્રથમ વાર મહત્વપૂર્ણ બેઠક યોજાઇ” on YouTube
ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાય તથા કોસ્ટ ગાર્ડના આઈજી રહ્યા ઉપસ્થિત
કોસ્ટ ગાર્ડ ની શિપમાં કલાક રાજ્યના પોલીસ વડા એ સમુદ્ર વિસ્તારમાં કર્યું નિરીક્ષણ
કોસ્ટલ સિક્યુરિટી વિષય પર તારીખ 13 એપ્રિલ2023ના રોજ પોરબંદર કોસ્ટગાર્ડ એનકલેવ ખાતે મહત્વ ની બેઠક યોજાઈ હતી જેમાં ગુજરાત. રાજ્યના પોલીસ વિભાગ ના વડા વિકાસ સહાય અને કોસ્ટગાર્ડ ના ઇન્સપેક્ટર જનરલ હરબોલા સહિત દરિયાઈ પટ્ટી ના જિલ્લા ઓના પોલીસ અધિક્ષક ઉપસ્થિત રહ્યા હતા અને કોસ્ટલ વિસ્તારમાં આવેલ સુરક્ષા એજન્સી ઓ ના અધિકારીઓ માં સંકલન તથા દરિયાઈ સિક્યુરિટી મજબૂત બનાવવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.મિટિંગ બાદ ગુજરાત રાજ્ય ના પોલીસ વડા વિકાસ સહાય એ પ્રેસ કોંનફરન્સ યોજી આ અંગે મીડિયા ને માહિતી આપી હતી.
મિટિંગ માં સમુદ્ર સુરક્ષા ને ધ્યાને લઈ દરિયાઈ વિસ્તારમાં જમીની સ્થિતિ અંગે ચર્ચા કરાઇ
થોડા દિવસો પહેલા ગાંધીનગરમાં એક કોન્ફરન્સ યોજાઇ હતી જેમાં ગુજરાત રાજ્યના દરિયાઈ કિનારાના સ્ટેકહોલ્ડર્સ અને વરિષ્ઠ અધિકારીઓ ને બોલાવવામાં આવ્યા હતા જેમાં ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન તથા ગૃહ પ્રધાન પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મુખ્ય બાબત એ હતી કે દરિયાઈ વિસ્તારમાં અનેક સ્ટેક હોલ્ડર્સ છે તેમના રાજ્ય સ્તરનું સંકલન હોય છે આ સાથે સાથે દરિયાઈ વિસ્તારના જિલ્લાઓના સ્ટેક હોલ્ડર્સ તથા અધિકારીઓનું પણ સંકલન અને સિસ્ટમ ઓફ નોલેજ શેરિંગ હોવું જોઈએ જેને ધ્યાનમાં લઈને આ વિઝીટ યોજાય છે. ગઈકાલથી ગુજરાત રાજ્યના પોલીસ વડા એ દરિયામાં કોસ્ટગાર્ડ શિપ માં 14 કલાક સુધી રહી તમામ પરિસ્થિતિ ઓની જમીની હાલાત અંગે તાગ મેળવ્યો હતો ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સમુદ્ર સુરક્ષા બાબતે કોઈ નવી પોલીસી બનાવવામાં આવે તે વિચાર કરવામાં આવે તો દરિયાઈ વિસ્તારોમાં જમીની હાલત જાણવું મહત્વનું છે તેને જોવામાં આવે અને સમજવામાં આવે તો પોલીસી મદદરૂપ રહેશે જેને ધ્યાને લઈને જીએમબી કોસ્ટગાર્ડ ફીસરીઝ સાથે રહી દિવસમાં અને રાત્રી દરમિયાન શું સ્થિતિ અને પડકારો રહે છે તે જાણવા માટે કોસ્ટ ગાર્ડ અધિકારીઓ સાથે રહી નવી બાબતો જાણવા મળી છે અને કઈ બાબતોને મહત્વ આપવું તે અંગે પણ જાણકારી મળી છે
ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયક જણાવ્યું હતું કે પોસ્ટલ સિક્યુરિટી માત્ર ગુજરાત પૂરતી નથી પરંતુ રાષ્ટ્રીય લેવલની સુરક્ષા છે જે દેશ માટે મહત્વપૂર્ણ છે સિસ્ટમમાં કોઈ ખામી ન રહે અને તમામ સ્ટેટ હોલ્ડર્સ મળીને કામ કરે તે જરૂરી છે તેને ધ્યાનમાં લઇ હાઈ લેવલે આ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત રાજ્યના પોલીસવાળા આઇબીના વડા એન્ટિટેરોરિસ્ટ સ્કોડ તથા કોસ્ટ ગાર્ડ ના આઈજી તથા કોસ્ટલ એરિયાના જિલ્લાના તમામ પોલીસ વડા કોઈ ઉપસ્થિત રહી સિક્યુરિટી કઈ રીતે વધારવામાં આવે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી
સુરક્ષા એજન્સી ઓ STICK પોલિસી સાથે સમુદ્ર ની સુરક્ષા કરશે
S ફોર સર્વેલન્સ
T ફોર ટેક્નોલોજી
I ફોર ઇન્ટેલિજન્ટ
C ફોર કોઓપરેશન એન્ડ કોઓર્ડિનેશન
K ફોર નોલેજ
સર્વિલન્સ, ટેકનોલોજીમાં ડ્રોન ટેકનોલોજી ની ઉપયોગ લેવાય છે, ઇન્ટેલિજન્ટ,કોઓપરેશન તથા કોઓર્ડીનેશન અને નોલેજના માધ્યમથી નેવી પોલીસ પોસ્ટ ગાર્ડ ફિશરીઝ તમામ એજન્સીઓ ગુજરાત રાજ્યમાં ટેકનોલોજી નો વધુ ઉપયોગ કરી રહી છે અને માછીમારી પ્રક્રિયા નિયંત્રણ પણ ટેકનોલોજીના માધ્યમથી કરી રહી છે જેમાં માછીમારોને કોઈ તકલીફ ન પડે અને સાથે સાથે કોસ્ટલ સિક્યુરિટીને આચ ન આવે તે રીતે બંનેનું સંતુલન પણ મહત્વનો વિષય છે તેને પણ ધ્યાનમાં રખાય છે તેમ ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયએ જણાવ્યું હતું
