ગુરુકુળ મહિલા કૉલેજના અંગ્રેજી વિભાગના વ્યાખ્યાતાએ નેટની પરીક્ષા પાસ કરી

પોરબંદરની શિસ્ત, સંસ્કાર અને શિક્ષણમાં અગ્રેસર એવી ગુરૂકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના અંગ્રેજી વિભાગના મુલાકાતી વ્યાખ્યાતા કુ. પારુલ શુક્લાએ પ્રાધ્યાપક માટે ખૂબ જરૂરી એવી નેશનલ એલીજીબિલીટી ટેસ્ટ એટલે કે નેટની પરીક્ષા પાસ કરી અને પોતાનું, તેમના માતા-પિતાનું તથા સંસ્થાનું ગૌરવ વધાર્યું. આ પરીક્ષા પાસ કરનાર કુ. પારુલ શુક્લા પોતે થેલેસેમિયા રોગથી ગ્રસ્ત છે અને તેમ છતાં ‘અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી’ એ ઉકિતને આજે કુ. પારુલ શુક્લાએ આ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને ઉજાગર કરી છે. તેમને આ અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. અનુપમ નાગર સાહેબ, અંગ્રેજી વિભાગના અધ્યક્ષા ડો. કેતકીબેન પંડ્યા તથા સૌ શિક્ષકોએ ખૂબ અભિનંદન આપ્યાં હતા અને હજુ પણ તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શભેચ્છાઓ સહ આશીર્વાદ પાઠવ્યા હતાં.
Please follow and like us:
CATEGORIES Porbandar
