ક્લાઈમેટ ચેન્જ એવોર્ડ્સ 2025-26 | હરિત ભવિષ્ય તરફ ગુજરાતની પહેલ

ગાંધીનગર: ગુજરાત સરકારના ક્લાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ દ્વારા તા. 16 સપ્ટેમ્બર, 2025ના રોજ ગાંધીનગર સ્થિત દ્વારકા હોલ, સ્વર્ણિમ સંકુલ-2 ખાતે “ક્લાઈમેટ ચેન્જ એવોર્ડ્સ 2025-26” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી મુરુંભાઈ બેરાના હસ્તે ગ્રીન પોરબંદર ટીમ મેમ્બર પિયુષભાઈ માજીઠીયાને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે આ સન્માન પ્રાપ્ત કરી પોરબંદરનું ગૌરવ વધાર્યું છે.
પોરબંદર શહેરમાં રામદેવભાઈ મોઢવાડીયા અને પ્રવીણભાઈ ખોરાવાના માર્ગદર્શન હેઠળ, કોર્ડિનેટર ધર્મેશભાઈ પરમાર તથા સમગ્ર ટીમના સહયોગથી અત્યાર સુધીમાં ૧૦,૦૦૦થી વધુ વૃક્ષારોપણ સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. આવનારા સમયમાં વધુમાં વધુ ૫,૦૦૦ વૃક્ષોનું રોપણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
આ અભિયાનને સદભાવના વૃદ્ધાશ્રમના સહયોગથી આગળ ધપાવવામાં આવ્યું છે. હરિયાળો પોરબંદર બનાવવાની દિશામાં આ પહેલને સમગ્ર ગુજરાત માટે પ્રેરણાદાયી ગણાવી શકાય.
