પોરબંદર જિલ્લામાં મહિલા તાલીમાર્થીઓને સ્ટાઇપેંડ અપાશે : આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાશે

પોરબંદર.તા.૦૯, પોરબંદર જીલ્લાના મહિલાઓને  જણાવવાનું કે, ચાલુ વર્ષ ૨૦૨૩માં સરકારશ્રી દ્વારા  મહિલાઓ માટે “મહિલા તાલીમાર્થીઓને વૃતીકા (સ્ટાઇપેન્ડ) આપવાની” યોજના જાહેર કરેલ છે. આ યોજનામા મહિલાઓને વિવિધ ફળો તેમજ શાકભાજીને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય તેવી પરિક્ષીત બનાવટો જેમકે જામ, જેલી, શોશ, કેચઅપ, મુરબ્બા, અથાણાઓ, શરબતો, સ્ક્વોશ, કોર્ડિયલ, સિરપ, સુકવણી, માર્માંલેડ, નેકટ૨,  વગેરે જેવી વાનગીઓ બનાવવાની પ્રેક્ટિકલ તાલિમ આપવામાં આવશે. આ તાલિમનો સમયગાળો ૨ દિવસ માટે (૧૪ કલાક) અને ૫ દિવસ માટે (૩૫ કલાક)નો રહેશે અને પ્રતિ દિન રૂ. ૨૫૦/- લેખે વૃતિકા (સ્ટાઇપન્ડ) આપવામાં આવશે. આ તાલીમ કાર્યક્રમમા ભાગ લેનાર મહિલાઓને બાગાયત વિભાગનુ તાલીમી સર્ટીફીકેટ પણ એનાયત કરવામા આવશે. લાભ લેવા માગતા મહિલા લાભાર્થીઓએ આઇ-ખેડૂત પોર્ટલ પર તા. ૩૧-૦૫-૨૦૨૩ સુધીમા https://ikhedut.gujarat.gov.in/ પોર્ટલમા ઓનલાઇન અરજી કરી અરજીની પ્રિન્ટ નકલ સાથે ચૂંટણી કાર્ડ,આધારકાર્ડ, રેશન કાર્ડ અને બેંક બચત ખાતા-પાસબુકની નકલ નાયબ બાગાયત નિયામકની કચેરી, ઓફિસ નં.૨૦, જીલ્લા સેવા સદન – ૨, સાંદિપની રોડ, પોરબંદર ખાતે પહોંચાડી આપવા નાયબ બાગાયત નિયામકશ્રી -પોરબંદરની યાદીમાં જણાવાયું છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!